છત્તીસગઢના રાજનાંદગાંવમાં મંગળવારે મોડીરાત્રે શરાબી પિતાથી પરેશાન થઈને દીકરીઓએ તેમના પિતાની હત્યા કરી હતી. બંને બહેનોને એટલો ગુસ્સો હતો કે તેમને કુહાડી વડે તેમના પિતાની હત્યા કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને બંને બહેનોની ધડપકડ કરી હતી. બંને યુવતી સગીર છે. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. ઘટના અંબાગઢ ચોકી વિસ્તારની છે. જાણવા મળ્યું છે કે, આ દારૂડિયા આધેડ પત્ની અને પુત્રીઓને માર મારતો હતો.
મળતી માહિતી મુજબ, બેલરગોંદીનો રહેવાસી સહદેવ દારૂનો ભોગી હતો. જાણવા મળ્યું છે કે, તે દરરોજ દારૂ પીને આવતો અને તેની પત્ની અને દીકરીઓને મારતો હતો. તે મંગળવારના રોજ પણ મોડી રાત્રે પણ દારૂ પીને ઘરે આવ્યો હતો અને પત્નીને મારવા લાગ્યો હતો. જ્યારે બંને દીકરીઓએ જોયું ત્યારે તે પોતાની માતાનો બચાવ કરવા લાગી હતી. ત્યારે સહદેવ ગુસ્સે થઈ ગયો અને કુહાડી મારવા માટે ઉઠાવી લીધી હતી.
આ જોઈને બંને બહેનો તેમના પિતા સાથે લડી રહી હતી. તેણે સહદેવાના હાથમાંથી કુહાડી લઇ લીધી. ત્યારબાદ તેણે તે જ કુહાડી વડે પિતા પર હુમલો કર્યો. પોતાનો જીવ બચાવવા સહદેવ ઘરની બહાર દોડી ગયો હતો, પરંતુ બંને બહેનોએ તેની કુહાડી વડે હત્યા કરી હતી. પોલીસ બંને બહેનોની પૂછપરછ કરી રહી છે. આ હત્યા કોણે કરી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ચોકીના પ્રભારીએ જણાવ્યું હતું કે, સહદેવ તેની દીકરીઓ અને પત્નીને ખુબ હેરાન કરતો હતો. દીકરીઓને ભણવા પણ નહોતો દેતો. જો પુત્રીઓ બજારમાં ક્યાંક મળી આવે તો તે રસ્તા પર બધાની સામે મારવાનું શરૂ કરી દેતો હતો. રાત્રે તે દારૂના નશામાં પત્નીને માર મારતો હતો. ત્યારબાદ બંને બહેનોએ બચાવ કરતા તેના માથા પર કુહાડીના ઘા મારીને પિતાની હત્યા કરી નાખી હતી. જેને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.