જન્માષ્ટમીનો ઉપવાસ કર્યા તો નિષ્ઠુર શિક્ષકે માર્યો વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર અને…

થોડા દિવસ પહેલા જ જન્માષ્ટમીનો પવિત્ર તહેવારની ઉજવણી થઈ ચુકી છે. આ દિવસે કેટલાક લોકોએ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખ્યો હશે પણ હાલમાં એક…

થોડા દિવસ પહેલા જ જન્માષ્ટમીનો પવિત્ર તહેવારની ઉજવણી થઈ ચુકી છે. આ દિવસે કેટલાક લોકોએ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખ્યો હશે પણ હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ નવાઈ લાગશે. છત્તીસગઢમાં આવેલ કોંડાગાંવ જિલ્લાની સરકારી શાળાના શિક્ષકે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઉપવાસ કરવા બદલ ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

શિક્ષક ચરણ માર્કમ ફક્ત વિદ્યાર્થીઓને માર મારી અટક્યા નહીં તો તેમણે હિંદુ ભગવાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી. જેને લીધે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. માર્કમ ગિરોલા ગામ પંચાયત હેઠળ આવતી બુંદાપરાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક છે.

આ મામલે કોંડાગાંવના કલેકટર પુષ્પેન્દ્રકુમાર મીણા જણાવે છે કે, શિક્ષકની વિરુદ્ધ ફરિયાદની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, માર્કમે મંગળવારનાં રોજ જન્માષ્ટમીના ઉપવાસ કરવા બદલ શાળામાં ધોરણ 7-8 ના વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

આની સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી. આ મામલે ગ્રામજનો દ્વારા આરોપીનાં ગુનાનો પુરાવો આપતાં ઓડિયો તેમજ વિડિયોનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. વીડિયો સામે આવ્યાં પછી સરકારી અધિકારીને તપાસ કરવા મોકલતા આ અધિકારીનાં રિપોર્ટને આધારે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

હવે આ રિપોર્ટ પોલીસને આપી આગળની કાર્યવાહી માટે મોકલિ દેવામાં આવ્યો છે. સસ્પેન્શન ઓર્ડર પ્રમાણે, “ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી તેમજ સમાજમાં નફરત ફેલાવવી ખુબ ગંભીર ગેરવર્તણૂક હેઠળ આવે છે. તમારું (માર્કમ) કાર્ય છત્તીસગઢ સિવિલ સર્વિસનાં નિયમો 1965 ની વિરુદ્ધ છે.

જયારે અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, જન્માષ્ટમી સોમવારે ઉજવવામાં આવી તેમજ બીજા દિવસે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે માર્કમે પૂછ્યું હતું કે, આમાંથી કેટલા લોકોએ તહેવાર દરમિયાન ઉપવાસ કર્યા હતા તેમજ ધાર્મિક વિધિઓ કરી હતી. તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ સમર્થન દર્શાવતા હાથ ઊંચા કર્યા તેમને કથિત રીતે માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *