શુક્રવારે ટ્વીટર સહિતના સોશ્યલ મીડિયા માધ્યમોમાં અંડરવર્લ્ડ ડોન રાજન નિખલજે ઉર્ફે છોટા રાજનના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું કોરોનાના કારણે મોત થયાના સમાચાર હતા. ઉલ્લેખનીય છે કે 62 વર્ષિય અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને 25 એપ્રિલના રોજ તિંહાડ જેલમાંથી એઇમ્સમાં (AIMS) દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.
છોટા રાજનના મોતની ખબરોનું એઈમ્સના અધિકારીઓ દ્વારા ખંડન કરાયું હતું. છોટા રાજનને 26 એપ્રિલના રોજ કોરોના સંક્રમણના કારણે એઇમ્સમાં એડમિટ કરાવામાં આવ્યો હતો, આ પહેલા પણ રાજનના મોતની અફવા ઘણા મીડિયા રિપોર્ટસમાં આવી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટા રાજન ઉપર ખંડણી, હત્યા સહિતના 70 જેટલા અપરાધિક ગુન્હાઓ ચાલી રહ્યા છે. એક સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ ગણાતા રાજનને 2015માં ઇન્ડોનેશિયાથી પકડવામાં સફળતા મળી હતી. રાજનને હાલમાં તિહાડ જેલમાં જેલ નંબર 2ના અતિ સુરક્ષિત વોર્ડમાં રાખવામાં આવી રહ્યો છે.
છોટા રાજન ઉપર મહારાષ્ટ્ર મકોકા કોર્ટ દ્વારા પણ દોષી ગણવામાં આવીને આજીવન કેદની સજા કરાઈ હતી તો વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા 2017માં નકલી પાસપોર્ટ બનાવીને ભાગવામાં અને અન્ય અપરાધિક ગુન્હામાં સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.