હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વચલી ભીત ગામનો એક યુવક પાંચ દિવસ પહેલા ગુમ થયો હતો. જોકે, આજે સોમવારે તેની લાશ કુંડલ ગામ નજીક આવેલા સુખી ડેમમાં તરતી જોવા મળી હતી. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં તેની લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને આ યુવકનું નામ નિતેશ રાઠવા હોવાનું જાણવા મળ્યું હતું અને તે પાંચ દિવસ પહેલા ઘર છોડીને નીકળ્યો હતો. જોકે, પોતાના પુત્રની લાશ મળતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામ નજીક આવેલા સુખી ડેમમાં ગામલોકોને એક યુવાનની લાશ પાણીમાં તરતી જોવાં મળી હતી. લાશને જોવા મળતા જ ગામ લોકો દ્વારા તાત્કાલિક ઝોઝ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આસપાસનાં ગામડાઓમાં તપાસ કરતા સુખી ડેમ નજીક આવેલ છોટાઉદેપુર તાલુકાનાં વચલી ભીત ગામનો એક યુવાન ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તેમના પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવી લાશની ઓળખ કરાવતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ અમારો છોકરો છે.
જેનું નામ નિતેશ રાઠવા છે જે થોડો અસ્થિર મગજનો હોવાથી પાંચ દિવસ અગાઉ ઘર છોડીને નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતા લાશને પાણીમાંથી બહાર કાઢીને પાવીજેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.