રાજ્યસભાની ચૂંટણીમાં આ ધારાસભ્ય આખી ગેમ બદલી શકે છે, ભાજપ-કોંગ્રેસની બાજ નજર. જાણો વિગતે

BTP MLA Chotu Vasava may prove to be a game changer once again in Rajya Sabha elections.

આ રાજ્યસભા ચુંટણીમાં અવનવા ખેલ સામે આવી રહ્યા છે. કોણ ક્યારે ખેલ પલટી નાખે તેની કોઈને પણ આશા નથી. ફરી એકવાર આ રાજ્યસભાની ચુંટણીમાં નવો દાવ સામે આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર-જીત નક્કી કરશે.

આ જોતાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ બીટીપીના બંને મતો અંકે કરવા રાજકીય કાવાદાવા અજમાવી એડીચોટીનું જોર લગાવ્યું છે.જોકે, હજુ સુધી એ વાતનુ રહસ્ય અકબંધ છેકે, બીટીપી ભાજપને મત આપશે કે કોંગ્રેસને. ક્રોસવોટિંગના ભય વચ્ચે બીટીપી હુકમનુ પાનુ બની રહેશે તે વાત નક્કી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નવા-નવા વણાંકો આવી રહ્યાં છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા પછી ય બંને ઉમેદવારોએ ચૂંટણી મેદાને ઉતરતાં હવે ખરાખરીનો જંગ ખેલાશે કેમકે, એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપવા જણાવી દીધુ છે જયારે અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીએ કોગ્રેસને સાથ આપવા નક્કી કર્યુ છે. પણ બીટીપીએ હજુ પત્તુ ખોલ્યુ નથી.

દરમિયાન, વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે ત્યારે આજે ગાંધીનગર સરકીટ હાઉસમાં બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમાર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વસાવાએ કેટલીક શરતો મૂકી હોવાની ય ચર્ચા છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે, બીટીપીના બંને તો કોંગ્રેસને જ મળશે.

આ તરફ, ધારાસભ્ય મહેશ વસાવાનુ કહેવું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોને મત આપવો તે હજુ સુધી કંઇ નક્કી થયુ નથી. ભારતીય ટ્રાયબલ પાર્ટીની કોર કમિટીની ૨૪મી માર્ચે બેઠક મળનાર છે આ બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. છોટુ વસાવા આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી પ્રતિક્રિયા આપી છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા થશે.ભાજપમાં કોઇ ક્રોસવોટિંગ કરશે નહીં. એનસીપી અને બીટીપી ભાજપને જ મત આપશે તેમાં શંકાને સ્થાન નથી. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એટલે કોંગ્રેસના ઉમેદવારની ચોક્કસ હાર થશે. હવે સવાલ એછેકે, બીટીપીના બે મતો કોણ અંકે કરશે તો તે તો ૨૬મીએ જ ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: