સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુર ૧૮ જાન્યુઆરીએ પાકિસ્તાનના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ આસીફખાન ખોસા ના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જશે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર ગઈ 30 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ લોકુરએ કહ્યું કે, હું આશિત શહિદ ખાનને છેલ્લા દસ વર્ષથી જાણું છું. તેઓ જ્યારે લાહોર કોર્ટમાં જજ હતા ત્યારથી તેઓ ખૂબ વિદ્વાન અને સારા માણસ છે. હું પાકિસ્તાન જઈને એક અસાધારણ પહેલ કરવા માંગુ છું. હું ન્યાય અને કાયદાને કોઈ દેશની સીમા માંગતો નથી. બંને પડોશી દેશોમાં ખૂબ હાઈપ્રોફાઈલ લોકો જ આવન જાવન કરતા હોય છે.
આ પહેલી વાર નથી કે જસ્ટિસ લોકુર પાકિસ્તાનના ના ન્યાયાધીશના શપથ ગ્રહણ માં સામેલ થશે. તેઓ ભૂતકાળમાં પણ પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તસાદૂક હુસૈન જીલાની ને પાંચ વર્ષ પહેલાં જ્યારે શપથ અપાવવામાં આવી ત્યારે પણ હાજરી આપી ચૂક્યા છે.
જસ્ટિસ ખોસા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા પદભ્રષ્ટ કરાયેલા ન્યાયાધીશો માના એક છે. ફેબ્રુઆરી ૨૦૧૬ માં તેમની અધ્યક્ષતાવાળી ત્રણ જજની ખંડપીઠે એક ફેસલો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ના સંવિધાન ને નષ્ટ કરવાના આરોપ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પર દેશદ્રોહનો કેસ કરવો જોઈએ.