ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ની વાત કરવામાં આવે તો ઇલેક્શનના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી(BJP)ને મહત્તમ બેઠક આપીને એક નવો જ ઇતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી ને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટી નો પાંચ બેઠક પર વિજય થયો છે. જ્યારે અપક્ષના ખાતામાં ચાર બેઠક ગઈ છે.
ત્યારે ભાજપને મળેલી આ પ્રચંડ જીતને લઈને ઠેર-ઠેર અભિવાદન સમારોહ યોજાય રહ્યા છે. ત્યારે સુરતના વનિતા વિશ્રમ ગ્રાઉન્ડ મજુરાગેટ રિંગ રોડ ખાતે તારીખ 25 ડીસેમ્બરના રોજ કાલે સાંજે 5 વાગ્યે અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અભિવાદન સમારોહની પત્રિકામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપના દિગ્ગજ નેતાઓ જેવા કે નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું નામ લખવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું નામ બાકાત રાખવામાં આવ્યું છે. ત્યારે આ પત્રિકામાં મુખ્યમંત્રીનું નામ શા માટે લખવામાં નથી આવ્યું તે અંગેની જાણકારી મળી નથી.
જાણો શું લખ્યું છે અભિવાદન સમારોહની પત્રિકામાં:
ભારતીય જનતા પાર્ટી અભિવાદન અને ઋણ સ્વીકાર સમારોહ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં ભાજપના શીર્ષસ્થ અગ્રણીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી મિચ્છા તથા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના અપ્રતિમ નેતૃત્વ, પ્રેરણા અને પ્રોત્સાહનથી કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કરીને રાજ્યની 182 માંથી 156 તથા મહાનગરની તમામ 12 માંથી 12 બેઠકો પર વિજય મેળવી અપુત પૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે.
વધુમાં આ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ શિયર પાટીલ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં સુરત મહાનગરના તમામ વિજેતા ધારાસભ્યો તથા મતદારોના અભિવાદન સહ ઋણ સ્વીકાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.
ત્યારે હવે આ પત્રિકા કે બેનરમાં શા માટે મુખ્યમંત્રીનું નામ લખવામાં નથી આવ્યું તેને લઈને અનેક પ્રશ્નો પેદા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.