સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. જેને લીધે ધંધા-રોજગાર સહિત બજારો ખૂલવા લાગ્યાં છે. સાથે સાથે કેટલાય હરવા-ફરવા વાળા લોકો મોજ કરી રહ્યા છે. જેને જોતા તો એવું લાગી રહ્યું છે કે ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય. જો કોરોનાના આ સમયગાળામાં જનતા કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન નહીં કરે ફરી એક વાર ગુજરાતની જનતાને નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઉજવવી પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેતવણી આપતા કહ્યું છે કે, દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેને કારણે દેશમાં નોંધાતા દરરોજ કેસની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં રાજ્યમાં જો કોરોનાનું સંક્રમણ વધશે તો રાજ્ય સરકાર નિયંત્રણો ફરી કડક કરી દેશે. એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, તેથી નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. એવામાં જો રાજ્યમાં પણ કોરોનાના કેસ વધશે તો નિયંત્રણો ફરીથી લગાવવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈશારામાં ચીમકી આપતા કહ્યું છે કે, બેફામ બનીને કોરોનાના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવશે, જાહેર સ્થળોએ તહેવાર સમયે મોટા પ્રમાણમાં ભીડ એકથી કરવામાં આવશે અને જો તેને લીધે કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું તો રાજ્ય સરકારે જે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમને પાછા ખેચવામાં આવશે અને કડક નિયમો લાગુ કરી દેવામાં આવશે.
આગામી સમયમાં રાજ્યમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રક્ષાબંધન, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને જો જોવા જઈએ તો કોરોનાને લીધે છેલ્લા દોઢેક વર્ષથી લોકડાઉન અને પ્રતિબંધોને કારણે તહેવારો ઉજવી શકાયા નથી. હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના કાબુમાં આવી ગયો છે જયારે બીજી બાજુ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થવા લાગી છે. ત્યારે જો આવા કપરા સમયમાં જનતા કોરોનાના નિયમોનું પાલન નહિ કરે તો કોરોના ફ્રી એક વાર કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.