ભાજપ નેતાએ પાર કરી હેવાનિયત- સરકારી સહાય આપવાના બહાને ઘરમાં ઘુસ્યા અને વિધવા પર આચર્યું દુષ્કર્મ

અમરેલી(ગુજરાત): તાઉટે ચક્રવાતને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ ગુજરાતના અમરેલીના ઘણા ગામોમાં લોકો ચક્રવાતને કારણે થયેલા નુકસાન માટે મદદ મેળવી…

અમરેલી(ગુજરાત): તાઉટે ચક્રવાતને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ ગુજરાતના અમરેલીના ઘણા ગામોમાં લોકો ચક્રવાતને કારણે થયેલા નુકસાન માટે મદદ મેળવી શક્યા નથી. લોકો સરકારી મદદ માટે આમ તેમ ભટકી રહ્યા છે. તે દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પૂર્વ સરપંચના પતિ અને સ્થાનિક ભાજપના નેતા પ્રફુલ્લ વેકરીયા પર ગામની એક વિધવા મહિલાને સરકારી સહાયની લાલચ આપીને તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

આરોપ લગાવ્યો છે કે, જ્યારે મહિલા તેના ઘરમાં એકલી હતી, ત્યારે પૂર્વ સરપંચના પતિ અને સ્થાનિક ભાજપના નેતા પ્રફુલ્લ વેકરીયા તેના ઘરે પહોંચ્યા અને કહ્યું કે, તે અહીં ચક્રવાતમાં ઘરને થયેલા નુકસાનનો સર્વે કરવા આવ્યો હતો. ત્યારબાદ, મહિલાની એકલતાનો લાભ લઈને તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાએ પ્રફુલ્લ વેકરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિનું સાત વર્ષ પહેલા નિધન થયું હતું. તેનો પુત્ર ક્યાંક બહાર ગયો હતો જ્યારે પ્રફુલ્લ તેના ઘરે આવ્યો અને કહ્યું કે ચક્રવાતને કારણે થયેલા નુકસાન માટે મને સંપૂર્ણ સહાય અપાવશે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાનો પુત્ર ઘરે આવ્યો ત્યારે મહિલાએ આ આખી વાત તેના પુત્રને જણાવી હતી. ત્યારબાદ મહિલાએ અને તેના પુત્રએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. મહિલાનું મેડિકલ કરાવ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *