\ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં એક નવ વર્ષીય બાળકનું ફટાકડા ફોડવાનાં લીધે મૃત્યુ થયું છે. આ બાળકે ફટાકડાની ઉપર સ્ટીલનો ગ્લાસ ઢાંકી દીધો હતો. પોલીસને શુક્રવારનાં રોજ આ વિશે જાણકારી મળી. તેણે જણાવ્યું કે, આ બાળકની ઓળખ પ્રિન્સ તરીકે થઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, બાળકે ફટાકડાને આગ લગાવી તેમજ બાદ તેનાં ઉપર સ્ટીલનો ગ્લાસ રાખી દીધો. જ્યારે ફટાકડો ફૂટ્યો તો સ્ટીલનાં ગ્લાસનાં ઘણા ટુકડા બાળકનાં શરીરમાં ઘુસી ગયા તેમજ આ લીધે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે, આ બનાવે તપાસ ચાલુ છે.
જાણકારી અનુસાર આ બનાવ અલીપુરનાં બખતાબરપુર વિસ્તારની છે. મૃત પામેલ પ્રિન્સ દાસ તેનાં માતા પિતાની સાથે ઓમ કોલોનીમાં રહેતો હતો. પ્રિન્સનાં પિતા પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. તેમજ તેની માતા ખેતરમાં કામ કરે છે. પ્રિન્સ શાંતિ નિકેતન પબ્લિક શાળામાં અભ્યાસ કરતો હતો. તેમજ આ બનાવમાં પોલીસે તેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારનાં સભ્યોને સોંપી દીધો છે. પોલીસ અત્યારે તે તપાસમાં જોડાઇ છે કે, પ્રિન્સ પાસે ફટાકડા ક્યાંથી આવ્યા. પોલીસ પ્રિન્સનાં મિત્રોને પકડીને દુકાનદારને પકડવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, ઘણી દુકાનોમાં નકલી ફટાકડા મળે છે આ ફટાકડા બાળકો માટે ઘાતક છે.
ત્યાંના પોલીસે જણાવ્યું છે કે, બુધવારનાં રોજ પ્રિન્સનાં માતા-પિતા પોતાનાં કામ કરવા માટે ગયા હતા તે સમયે તેણે આ વિસ્તારની કોઇ દુકાન માંથી ફટાકડાની ખરીદી કરી હતી. તેમજ પોતાનાં સાથીની સાથે તે ખાલી પ્લોટમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ પ્રિન્સ ત્યાં ફટાકડા ફોડતો હતો. તેમજ પ્રિન્સે રમતા રમતા ફટાકડા ઉપર સ્ટીલનો ગ્લાસ મૂક્યો. પરંતુ ફટાકડો ફૂટવાને લીધે તે જોવા ગયો કે, ફટાકડો ફૂટ્યો છે કે નહિ તેમજ ત્યારે જ અચાનક ફટાકડો ફૂટ્યો તેમજ સ્ટીલનો ગ્લાસ તેનાં શરીરમાં ધૂસી ગયો જેનાં લીધે તેનું મોત મૃત્યુ થયું.
ઉલ્લેખનીય વાત એ છે કે, ફટાકડા ફોડતી વખતે ઘણા માતા પિતા બાળકોની સાથે રહેતા નથી. જેનાં લીધે મોટી દુર્ધટના બને છે. આ બનાવમાં પણ તેવું જ બન્યું છે. દિવાળી જેવા પાવન પર્વનો દિવસ માતમમાં બદલાઇ જાય તે માટે બધા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. તેમજ બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે તે સમયે તેમને સલામત ફટાકડા કઈ રીતે ફોડવા તે માતા પિતાએ તેમને જરૂરથી શીખડાવવું જોઇએ તેમજ બાળકોની સાથે રહેવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle