ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં એક 10 વર્ષના બાળકનો નશામાં ધૂત હાલતમાં વિડીયો વાયરલ(Viral video) થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે, વિડીયો સામે આવતાની જ પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ આ બાળકની શોધખોળમાં લાગી ગયાં હતાં અને સાથે જ આ બાળકના મોઢામાં સિગારેટ પણ જોવા મળી રહી છે. જેથી હાલમાં સવાલ તો એ થઈ રહ્યો છે કે, આ બાળક નશાના રવાડે ચઢ્યો કેવી રીતે અને તેમજ તેને આ પ્રકારના અવળા રસ્તે કોઈ લઈ જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અનેક લોકો ફૂટપાથ પર સૂતા નજરે પડે છે. જયારે અનેક બાળકો ભીખ માંગતા પણ જોવા મળે છે. પરંતુ કેટલાક બાળકો નશો કરીને ફરે છે તે વાત સામે આવતાં પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે. પોલીસ કમિશનર કચેરીના નજીકથી વાયરલ થઇ રહેલા આ વિડીયોના આધારે આ બાબતની સાબિત થઇ રહી છે.આ વાયરલ વિડીયોમાં બાળક રમવાની ઉંમરે નશો કરીને ફરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં અજાણ્યો બાળક મોઢામાં સિગરેટ રાખીને ખુલ્લ્લેઆમ લથડિયા ખાતો દેખાય છે.
શહેરની પોલીસ કમિશનર કચેરી નજીક બનેલી ઘટનામાં વાયરલ થયેલા વિડીયોના આધારે માધુપુરા પોલીસ દ્વારા વધુ તપાસ કરીને નશામાં ધુત બનેલા બાળક તથા તેના પિતાની પૂછપરછ કરવામાં આવી છે.
મંગળવારે રાત્રે વાયરલ થઇ રહેલા આ વિડીયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા પછી સામે આવ્યું છે કે, નશામાં ધૂત થયેલા બાળકના પિતાને દારૂ પીવાની આદત હતી અને બાળક થેલીમાં પાણી છે તેવું માનીને તે પી ગયો હતો અને તે પછી તેણે પિતાના ખિસ્સામાંથી સિગરેટ કાઢીને પીધી હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારે આ કેસમાં માધુપુરા પોલીસ દ્વારા બાળકના પિતા સામે પ્રોહિબેશનનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાછલા વર્ષે બરવાળા લઠ્ઠાકાંડની ઘટના બની હતી જેમાં 50 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો અને વિવિધ ગામોમાં પહોંચીને પોલીસે દેશી દારૂની ભટ્ટીઓ પર તવાઈ બોલાવી હતી. પરંતુ હજુ પણ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું આ ઘટનાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ આ મામલે કોઈ નક્કર પગલા ભરે છે કે નહિ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.