મારોહારો છેતરી ગયો… સુરતમાં સબંધીએ જ હીરાના વેપારીનું કરોડોનું કરી નાખ્યું- કીમિયો જાણી પોલીસ પણ ભૂલી ભાન

Fraud with a diamond merchant in Surat: રાજ્યમાં અવાર-નવાર છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં સુરતમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 32…

Fraud with a diamond merchant in Surat: રાજ્યમાં અવાર-નવાર છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં સુરતમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 32 લાખની કિંમતનું હીરાનું પાર્સલ ગુટખાના પેકેટથી બદલીને ઠગ વેપારીએ છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતના મહિધરપુરા હીરા વેપારી સહિત છ વેપારીઓ સાથે છેતરપિંડીની એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી જોકે હીરાના પાર્સલમાં હીરાની જગ્યા પર ગુટકાના ટુકડા મૂકી 1.20 કરોડની ઠગાઈ નો મામલો સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતનો સૌથી મોટો ઉદ્યોગ એટલે કે, હીરા ઉદ્યોગ અને આ ઉદ્યોગમાં સતત છેતરપિંડીની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે સુરતના અડાજન વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડીંગમાં રહેતા ઋષભભાઈ વોરાએ સુરતના મેજરપુરા ખાતે કનક શાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેના ભાગીદારીમાં ઓફિસ ધરાવે છે. છેલ્લા ચારેક માર્ચથી દૂરના સંબંધથી રાહીલ મિતેશ માંજની હીરા દલાલ તરીકે કામ કરતા હોય તેમની પાસે આવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા શરૂઆતમાં તેઓ વચ્ચે બિઝનેસની બરાબર ચાલતો હતો.

તારીખ 13 ફેબ્રુઆરી 2023 ના રોજ રાહી લે તેઓની ઓફિસમાં જઈ એક જ્વેલરી વેપારીએ વધુ પ્રમાણમાં હીરાની જરૂરિયાત છે એમ કહી 45.91 કેરેટ વજનના હીરા લઈ લીધા હતા માર્કેટમાં નિયમ પ્રમાણે ૧૨.૮ લાખના વજનના હીરાનું પાર્સલ રોહિલ ને ભરત પાર્સલ હાલતમાં આપી ગયો હતો લાખ રૂપિયા હતા અને બાકીના ૧૦.૮ લાખનું પેમેન્ટ એક બે દિવસમાં ચૂકવવાનું હાજરી આપી હતી ત્યારબાદ વધુ વિરાની માંગ કરી હતી એક સાથે પેમેન્ટ ચૂકવવાનો ફાયદો પણ આપ્યો હતો જેથી વોરાએ રાહીલને હીરાના છ પેકેટ આપ્યા હતા.

રૂપિયા 19.96 લાખના આ હીરાના પેકેટ ચેક કર્યા બાદ બે પાર્સલમાં મૂક્યા હતા અને બહેનને પાર્સલ પર સહી કરી બંધ કરી દીધા હતા જોકે દિવસે વિચારધારા લેવા આવ્યો ન હતો તપાસ કરતા અન્ય વેપારીઓને પણ ચૂનો ચોપડ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી શંકા ઉપચાર અને તેમના પાર્ટનર હીરાના સીરબંધ પાર્સલો લઈ અડાજન પાટીયા ખાતેના ઘરે ગયા હતા અને ત્યાં રહ્યુ તથા અન્ય તેના પરિવારની હાજરીમાં પાછળ ખોટા તેમાંથી ગુટખા ના ટુકડા નીકળ્યા હતા.

આ પ્રકારે રાહીલ સાથે અન્ય પાંચ વેપારીઓને 1.20 કરોડની ઠગાઈ કરી હતી જેને લઈને આ મામલે ઋષભભાઈ વોરાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આ ઠગને ઝડપી પાડી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

આરોપીઓ સામે કલમ 420 (છેતરપિંડી) અને 409 (વિશ્વાસનો ગુનાહિત ભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં અન્ય કોઈ વેપારી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *