વહાલસોયી દીકરીને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક જ એવી ઘટના બની કે મોતને ભેટી માસુમ

વહાલસોયી દીકરીને સ્તનપાન કરાવી રહી માતા અને અચાનક જ એવી ઘટના ઘટી કે માસુમ બાળકીનું નીપજ્યું કરુણ મોત. આ ઘટના યુપી(UP)ના કૌશામ્બી(kaushambi) જિલ્લામાંથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દૂધ પીવાથી બાળકીના મોતના મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, માતા તેની બાળકીને દૂધ પીવડાવી રહી હતી, ત્યારે તેના શ્વાસ નળીમાં દૂધ(Milk in the trachea) ચાલ્યું જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ પછી માતાએ તેના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દીધો અને અપહરણની એક ખોટી કહાની બનાવી. પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે.

સરાય અકીલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી અવિનાશ પાલ દિલ્હીમાં રહે છે અને નોકરી કરે છે. લગ્નના 14 વર્ષ પછી, તેમને IVF દ્વારા એક પુત્રીનો જન્મ થયો. મંગળવારે વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે સ્તનપાન કરાવતી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસને જણાવવામાં આવ્યું હતું કે સોમવારે રાત્રિભોજન કર્યા બાદ સવિતા તેની માસૂમ પુત્રી સાથે સૂઈ ગઈ હતી. આ દરમિયાન રાત્રે લગભગ એક વાગ્યે સવિતાએ આંખ ખોલી તો પુત્રી ગાયબ હતી. તેણે ઘરની શોધખોળ કરી, પરંતુ માસૂમ બાળકી ક્યાંય મળી ન હતી. બાળકી ન મળવાને કારણે સવિતા બુમાબુમ કરવા લાગી હતી.

અવાજ સાંભળીને ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા અને આજુબાજુ માસૂમને શોધ્યા, પરંતુ કોઈ સમાચાર મળ્યા નહીં. માસૂમના અપહરણની જાણ થતાં જ પીપરી પોલીસ મથકે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કલાકોની શોધખોળ બાદ પોલીસે ઘરની છતમાં રાખેલી પાણીની ટાંકીમાંથી માસૂમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે જ્યારે માતા સવિતા બાળકને દૂધ પીવડાવી રહી હતી ત્યારે દૂધ બાળકીની શ્વાસ નળીમાં ઘૂસી ગયું હતું.

શ્વાસ નળીમાં ગયા બાદ માસૂમનું મોત થયું હતું. આ પછી આરોપી માતાએ તેની લાશ ઘરની પાણીની ટાંકીમાં ફેંકી દીધી અને અપહરણની ખોટી કહાની ઘડી હતી. પોલીસે આરોપી માતા  વિરુદ્ધ દોષિત હત્યા અને પુરાવા છુપાવવાની કલમો હેઠળ કેસમાં ફેરફાર કરીને જેલમાં મોકલી ધકેલી દીધી છે.

પોલીસ અધિક્ષક બ્રિજેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, જ્યારે સ્તનપાન કરાવતી બાળકીની માતા તેને દૂધ પીવડાવી રહી હતી ત્યારે દૂધ તેના શ્વાસ નળીમાં ગયું હતું. આ તેમના મૃત્યુનું કારણ હતું. પરિવારજનોના ડરના કારણે આરોપી માતાએ બાળકીની લાશને ઘરની પાણીની ટાંકીમાં મૂકી દીધી અને અપહરણની ખોટી વાર્તા રચી. આરોપી માતાએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે, તેની સામે લેખિત કાર્યવાહી કરવામાં આવી છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *