બાળલગ્ન(Child marriage) રોકવા માટે સરકારે(Government) કડક કાયદા (Laws)ની જોગવાઈ કરી છે. આમ છતાં હજુ પણ ઘણી જગ્યાએ બાળ લગ્નનું દુષણ અટક્યું નથી. આવો જ એક કિસ્સો રાજસ્થાન (Rajasthan)ના ભીલવાડા (Bhilwara)માંથી સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના દસ બાળકોના એકસાથે બાળલગ્ન કરાવવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે પ્રશાસનને તેની જાણ સુદ્ધાં નહોતી. આ સમૂહ બાળ લગ્નમાં દોઢ હજારથી વધુ લોકોએ હાજરી આપી ભોજન સમારંભનો આનંદ માણ્યો હતો.
પ્રતિબંધ હોવા છતાં, રાજસ્થાન ભીલવાડા માં બાળલગ્ન – જુઓ વિડીયો #rajsthan pic.twitter.com/jFv6AjA5cr
— Trishul News (@TrishulNews) April 23, 2022
વાસ્તવમાં બુધવારે ભીલવાડાના ખેડા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અલગ-અલગ જગ્યાએથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં દસ યુગલો નાબાલિક હતા. જેમની બિંદોળી પણ ગામમાં કાઢવામાં આવી હતી. આ કપલ્સને સ્ટેજ પર બેસાડીને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સામૂહિક બાળ લગ્નની માહિતી મળતાં, ભીલવાડાની બાળ કલ્યાણ સમિતિ અને ચાઈલ્ડ લાઈને ગુરુવારે સાંજે માંડલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
મંડલ પોલીસ અધિકારી મુકેશ વર્માએ જણાવ્યું કે ચાઈલ્ડ વેલફેર કમિટી અને ચાઈલ્ડ લાઈનની એફઆઈઆર નોંધવામાં આવી છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમ 9, 10 અને 11 હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.