વાયરલ(Viral): નાના બાળકોને શું સારું અને શું ખોટું તે વચ્ચેનો તફાવત ખબર નથી હોતી. બાળકોને સાચુ-ખોટું જણાવવામાં અને સંસ્કાર આપવામાં માતા-પિતાની ભૂમિકા મહત્વની હોય છે. આપણે સૌએ ઘણીવાર બાળકોને નીચે પડેલી વસ્તુ લઇને ખાતા જોયા હશે. બાળકોને ખબર નથી હોતી કે તે ખાવાની વસ્તુ છે કે નહિ. ઘણી વખત બાળકો એવી વસ્તુઓ પણ મોઢામાં નાખી દે છે જે ઝેરી હોય છે. ત્યારે આ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) થકી વાયરલ(Viral video) થઇ રહ્યો છે.
View this post on Instagram
જીવતી ગરોળીને પકડીને ખાવા લાગ્યો બાળક:
જોવામાં આવે તો હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા રુંવાટા બેઠા થઈ જશે. વીડિયોમાં એક નાનું બાળક જીવતી ગરોળીને પકડીને ખાવાની કોશિશ કરે છે, જેને જોઈને બાળકની માતા બુમાબુમ કરવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનું બાળક એક જીવતી ગરોળીને જુએ છે અને તેને પકડી લે છે અને અચાનક મોંમાં નાખવા લાગે છે. આ વિડીયો જોઇને સૌ કોઈ ડરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માતા તેના બાળક સાથે ઉભી છે. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે. એક જીવંત ગરોળી માણસના ટી-શર્ટ પર ફરતી જોવા મળે છે. તે વ્યક્તિ માતાના ખોળામાં બેઠેલા બાળકને એક ગરોળી બતાવે છે. ત્યારબાદ બાળક વિચાર કે જરા પણ ડર્યા વગર ગરોળીને પકડે છે અને અચાનક જ તેને ખાવા માટે ગરોળીને મોઢા પાસે લઇ જાય છે. આ જોઇને બાળકની માતા ચીસો પાડવા લાગે છે.
જો એક સેકન્ડનું પણ મોડું થયું હોત, તો બાળક ગરોળી ખાઈ લેત:
વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા તરત જ બાળકનો હાથ પકડી લે છે. આ દરમિયાન જો 1 સેકન્ડનું પણ મોડું થયું હોત તો તે બાળકે ગરોળીને મોઢામાં નાખી દીધી હોત. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો રોકેટ ગતિએ વાયરલ થઇ રહ્યો છે કે તેને અત્યાર સુધીમાં 43 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, 10 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.