સવારે સ્કુલે જવા નીકળ્યો હતો બાળક, બપોરે સ્કુલ માંથી આવ્યા બાળકના મોતના સમાચાર

મોદીનગર વિસ્તારમાં બુધવારે એક 12 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. બાળક તેના ઘરેથી સ્કૂલ બસ દ્વારા સ્કૂલ જવા નીકળ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે બસમાં સ્કૂલ જતી વખતે બાળકનું માથું રસ્તા પરના પોલ સાથે અથડાયું અને અકસ્માતમાં તેનું મોત થયું. ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ અકસ્માત ત્રીજા ધોરણમાં ભણતા બાળક અનુરાગ સાથે થયો હતો. સંબંધીઓએ જણાવ્યું કે, તેઓએ સવારે બાળકને તૈયાર કરીને બેગ અને ટિફિન આપીને સલામત રીતે શાળાએ મોકલ્યો હતો. તેના થોડા સમય બાદ સ્કૂલ પ્રશાસને ફોન કોલ પર બાળકના મોતની જાણકારી આપી.

એવું કહેવામાં આવ્યું હતું કે, બાળક ઉલ્ટી કરવા માટે તેનું માથું સ્કૂલ બસમાંથી બહાર લઈ ગયો હતો, જે દરમિયાન તે થાંભલા સાથે અથડાતા તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. ડ્રાઈવર દ્વારા ખોટી રીતે બસ ચલાવવાના કારણે તેમના બાળકનું મોત થયું છે.

મૃતકના પરિજનો સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ એવો પણ આક્ષેપ કરે છે કે, શાળા પ્રશાસન તેમને ગેરમાર્ગે દોરતું રહ્યું અને બાળકની સાચી સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું ન હતું. હવે પરિવારની હાલત ખરાબ છે. તે જ સમયે, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શાળાના આચાર્યને કસ્ટડીમાં લીધા અને તેમની પૂછપરછ શરૂ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *