બાલોડાબજાર: છત્તીસગઢના(Chhattisgarh) બાલોડાબજાર-ભાટાપારા જિલ્લામાંથી (Balodabazar-Bhatapara district) એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના કસડોલ બ્લોકને અડીને આવેલા ચકરબે ગામમાંથી(Chakarbe village) છેલ્લા 48 કલાકથી ગુમ થયેલા બે માસૂમ બાળકોના મૃતદેહ મંગળવારે ખેતરમાંથી મળી આવ્યા હતા. આ બંને બાળકોના મૃતદેહ મળી આવતા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. એવું કહેવાય છે કે બંને નિર્દોષોને પથ્થરથી કચડી નાખવામાં આવ્યા હતા. હાલ માહીતી મળતા કસડોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ચકરબે ગામના રહેવાસી લવેન્દ્ર અને શૌર્ય ચેલક છેલ્લા 48 કલાકથી ગુમ થયેલ હતા. આ બાળકો 6 અને 7 વર્ષની ઉંમરના હતા. એક રીપોર્ટ અનુસાર, રવિવારે બંને બાળકો તેમના ઘરની બહાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ગુમ થઈ ગયા. તે જ સમયે, જ્યારે બંને બાળકો ઘણા કલાકો પછી પણ ઘરે પહોંચ્યા ન હતા, ત્યારે સંબંધીઓએ ગામમાં અને આસપાસના પરિચિતોના ઘરે શોધખોળ કરી હતી.
બાળકો ન મળી આવતા, પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ બંને બાળકોને શોધી રહી હતી. તે જ સમયે, આ બંને બાળકોની લાશ ખેતરમાંથી મળી આવી હતી. પોલીનું કહેવું છે કે, આ બંને બાળકોને પથ્થર દ્વારા કચડી નાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. હાલ પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.