આસામ(Assam)ના ગુવાહાટી(Guwahati)માં બે બાળકોને લાગ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ તેમની ‘ગંભીર ચિંતા’ વિશે લખવું જોઈએ. બાળકો દાંત પડી જવા અને તેમના મનપસંદ ખોરાકને ચાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છ વર્ષના રાયસા રાવજા અહેમદ અને પાંચ વર્ષના આર્યન અહેમદ દાંત પડી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આથી તેમણે પોતાની સમસ્યાઓ વિશે પીએમ(PM) અને સીએમ(CM)ને જાણ કરવાનું નક્કી કર્યું. આ બે બાળકોના પત્રોની ફેસબુક પર એક પોસ્ટ હવે વાયરલ થઈ છે.
દાંત પડી ગયા તો PM અને CM ને લખ્યો પત્ર:
જ્યારે બાળકોના કાકા મુખ્તાર અહમદે આ પ્રકારના લખાણને વાંચ્યું, ત્યારે તે આનંદિત થયા અને તેને તેના ફેસબુક પેજ પર આ પત્રને શેર કર્યો. બંને બાળકો દ્વારા લખવામાં આવેલા પત્રોમાં પીએમ મોદી અને સીએમ સરમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને ‘કૃપા કરીને જરૂરી કાર્યવાહી’ કરવાની વિનંતી કરવામાં આવી છે. પત્રોમાં એ પણ લખ્યું છે કે, તેઓ પોતાના પસંદીદા ખોરાકને પણ નથી ખાઈ શકતા.
25 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ શેર કરવામાં આવી હતી:
કેપ્શનમાં લખ્યું, ‘પ્રિય હિમંત બિસ્વા સરમા અને પ્રિય નરેન્દ્ર મોદી, મારી ભત્રીજી રાવજા (6 વર્ષ) અને ભત્રીજા આર્યન (5 વર્ષ) નો આ પત્ર. તમે મારા પર વિશ્વાસ કરો, હું ઘરે નથી, હું ફરજ પર છું પણ મારી ભત્રીજી અને ભત્રીજાએ આ પત્ર લખ્યો છે. કૃપા કરીને તેમના દાંત માટે કંઈક કરો. કારણ કે, તેઓ તેમના મનપસંદ ખોરાકને ખાઈ શકતા નથી. આ પોસ્ટ 25 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી અને નેટીઝન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.
CM હિમંત બિસ્વાનો જવાબ:
હિમંત બિસ્વા સરમાએ છ વર્ષના રાયસા રાવજા અહેમદ અને પાંચ વર્ષના આર્યન અહમદ દ્વારા લખેલા પત્રનો જવાબ આપ્યો અને તેનો જવાબ ટ્વિટ કર્યું છે જે હવે ટ્વિટર પર વાયરલ થઇ રહ્યું છે. આસામના સીએમ હિમંતા બિસ્વાએ ટ્વિટ કર્યું, ‘તમારા માટે ગુવાહાટીમાં એક સારા ડેન્ટિસ્ટની વ્યવસ્થા કરીને મને આનંદ થશે જેથી અમે સાથે મળીને તમારા મનપસંદ ભોજનનો આનંદ માણી શકીએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.