કોરોના(Corona) વાયરસના કહેર વચ્ચે ચીનમાં બર્ડ ફ્લૂ(Bird flu)ના H3N8 સ્ટ્રેનથી સંક્રમિત માનવીનો પ્રથમ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના સ્વાસ્થ્ય પ્રશાસને મંગળવારે આ જાણકારી આપી. આરોગ્ય પ્રશાસને જણાવ્યું હતું કે, હેનાન પ્રાંતના 4 વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા બાદ આ પ્રકારની પુષ્ટિ થઈ હતી. જો કે, અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ ઓછું છે.
5 એપ્રિલે, મધ્ય હેનાન પ્રાંતમાં ચાર વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો હોવાનું નિદાન થયું હતું. પરંતુ પરિવારમાં કોઈને સંક્રમણ લાગ્યું ન હતું. નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરો પાલતું મરઘાઓ અને કાગડાના સંપર્કમાં આવ્યો હતો. NHCએ કહ્યું કે H3N8 પહેલાથી જ ઘોડા, કૂતરા અને પક્ષીઓમાં મળી ચુક્યો છે, પરંતુ H3N8 થી સંક્રમિત માનવીનો આ પહેલો કેસ છે.
ચીનમાં બર્ડ ફ્લૂના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો છે. આમાંના ઘણા પેટા ચલોમાં પ્રાણીઓની સાથે સાથે મનુષ્યોમાં પણ સંક્રમણ ફેલાયું છે. મરઘાં સાથે કામ કરતા લોકોને બર્ડ ફ્લૂના તાણથી સંક્રમણ લાગવાનું જોખમ વધારે હોય છે.
બર્ડ ફ્લૂ શું છે?
તે એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસ છે. જે વાઇરલ ઇન્ફેક્શન ફેલાવીને પક્ષીઓને સંક્રમિત કરી દે છે. બીજી ભાષામાં કહેવામાં આવે તો આ રોગ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર A વાયરસને કારણે થતો સંક્રમિત વાયરલ રોગ છે. જે પક્ષીઓ અને મનુષ્ય બંનેને પોતાની ઝપેટમાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે સૌથી પ્રસિદ્ધ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) બર્ડ ફ્લૂ પક્ષીઓની સાથે સાથે માનવી પણ મૃત્યુનું કારણ બની શકે છે.
બર્ડ ફ્લૂ મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે?
આ રોગનું સંક્રમણ ત્યારે લાગી શકે છે જ્યારે વ્યક્તિઓ સંક્રમિત ચિકન અથવા અન્ય પક્ષીઓના વધુ સંપર્કમાં હોય. જ્યારે વ્યક્તિઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના માંસ (કાચા માંસ)નું સેવન કરે છે ત્યારે આ સમસ્યા થઈ શકે છે. ચિકન કે પક્ષી જીવિત હોય કે મૃત, આ વાયરસ આંખો, નાક કે મોં દ્વારા મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે. જ્યારે વ્યક્તિ સંક્રમિતપક્ષીને સાફ કરે ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા સંક્રમિત પક્ષીના નિપિંગને કારણે પણ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.