કોરોના(Corona)ને કારણે ચીન(China)માં હાહાકાર મચી જવા પામ્યો છે. આ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગ દ્વારા સોશિયલ મીડિયા પર એક કાળજું કંપાવી દે તેવો વિડીયો(Video) શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગની છત પરથી આપઘાત કરતો જોઈ શકાય છે. જેનિફર ઝેંગનો દાવો છે કે, ચીનમાં લોકો કોરોનાથી ડરીને આપઘાત કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીનું ચીનમાં મોત:
મળતી માહિતી અનુસાર, તામિલનાડુના રહેવાસી અને 22 વર્ષના અબ્દુલ શેખનું ચીનમાં મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ કોઈ રોગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે રોગનું નામ સ્પષ્ટ થઇ ચુક્યું નથી. પરિવાર દ્વારા અબ્દુલના મૃતદેહને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદમાંગવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અબ્દુલ છેલ્લાં પાંચ વર્ષથી ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો.
કોરોનાથી કંટાળી આપઘાત કરવા મજબુર બન્યા લોકો- જુઓ વિડીયો#corona #china #viral_video #trishulnews pic.twitter.com/2Nuf6kVb7x
— Trishul News (@TrishulNews) January 2, 2023
મહત્વનું છે કે, તે 11 ડિસેમ્બરના રોજ ભારત આવ્યો હતો અને તેની ઈન્ટર્નશિપ માટે ચીનમાં કિકિહાર પાછો ગયો હતો. એક રીપોર્ટ અનુસાર, અબ્દુલ દ્વારા ત્યાં 8 દિવસનો આઈસોલેશન પિરિયડ પણ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બીમાર પડ્યા પછી અબ્દુલને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.
અત્યાર સુધીમાં 13 દેશ દ્વારા ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ લીસ્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, યુકે, સ્પેન, યુએસએ, તાઇવાન, જાપાન, ભારત, ઇટાલી, દક્ષિણ કોરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જે પૈકી મોટા ભાગના દેશોમાં ચીનના પ્રવાસીઓએ કોરોનાના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડવા પડશે. મોરોક્કો દ્વારા 3જી જાન્યુઆરીથી ચીનથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.