આજકાલ ટેકનોલોજીના આ યુગમાં આપણા સ્માર્ટફોનમાં આપણે દરેક વસ્તુઓ સંભાળીને રાખીએ છીએ. આપણા ફોનમાં આપણી તમામ ખાનગી માહિતી રહેલી હોય છે પણ આજકાલ એવા એવા વાયરસ અને સોફ્ટવેર આવી ગયા છે જેની મદદથી તમારા ફોનની તમામ માહિતી ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ અજાણી વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને એ પણ તમારી જાણ વીનાજ.
આજકાલ દેશમાં આવતા પર્યટકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પાછળ એક ગંભીર કારણ જવાબદાર છે. ચીન ફરી એકવાર પોતાની અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. ચીન આવા પર્યટકોને ટાર્ગેટ કરી રહ્યું છે. પર્યટકોના ફોનમાં જબરદસ્તી એક એન્ડ્રોયેડ માલવેયરને ઇંસ્ટોલ કરી રહ્યુ છે. આની મદદથી ચીન યૂઝરની ડિવાઈસમાં રહેલ ટેક્સ મેસેજની સાથે બીજી ફાઈલને એક્સેસ કરી શકે છે જે ખુબજ ખતરનાક વાત છે.
ચીનની આ હરકતોના સમાચાર હાલ ખુબજ ચર્ચામાં છે. મોટા મોટા અખબાર અને વર્તમાન પત્રો તેમજ મીડિયા હાઉસેતો આનો રિપોર્ટ પણ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીનના Xinjiang વિસ્તારમાં આવતા પર્યટકોને માલવેયર ઈન્સ્ટોલ કરવા દબાણ લાવી રહ્યુ છે. એટલું જ નહી શિનજીયાંગથી પરત ફરતા ત્યાંના સુરક્ષાકર્મીઓ પર્યટકોની ડિવાઈસમાં આને અનઈન્સ્ટોલ કરાવી નાખે છે.
હાલમાં એક મિડિયા હાઉસના હાથમાં આવોજ એક સ્માર્ટફોન લાગ્યો જેમાં માલવેયર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હોય. ત્યારબાદ બીજા ગ્રુપ પણ આ દિશામાં તપાસ કરવા લાગ્યા જેમાં તમામ માહિતી સામે આવી રહી છે.
સેલહંટર નામનો આ માલવેયર યૂઝરના ખાનગી ડેટા ચોરી કરીને સાથે ડિવાઈસમાં રહેલી બીજી ફાઈલો પણ પુરેપુરી સ્કેન કરી લે છે. જેમાં ઈ-મેલ, કોન્ટેક્ટ ડીટેલ, મેસેજ, ફોન લોગ, કેલેન્ડર એન્ટ્રી સહિત અનેક જાણકારીનો સમાવેશ થાય છે. આની સાથે સાથે આ ચીની એજન્સીઓ ફોનના લોકેશનની સંપૂર્ણ માહિતી આપવાનું કામ પણ કરે છે.
ડેટા કલેક્શનની સાથે બોર્ડર ઓફિસ લોકલ ઈન્ટરનેટ પર સર્વર સ્ટોર કરે છે. જો કે હાલ કોઈ સાબિતી મળી નથી આ માલવેયરની મદદથી ચીન પર્યટકોની મૂવમેન્ટને ટ્રેક કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.