અરે બાપ રે… એક્સપ્રેસ વે પર બનેલો બ્રીજ થયો ધરાશાયી, ઉપરથી પડતા કેટલાય ટ્રક અને કાર દટાયા- અનેક લોકોના મોત

દુનિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે ચાઈનીઝ વસ્તુઓની ગુણવત્તા કેટલી નબળી છે. અહીં બનતા શસ્ત્રોથી લઈને રોજબરોજની ચીજવસ્તુઓ સુધી કંઈ પણ લાંબું ચાલતું નથી. હવે…

દુનિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે ચાઈનીઝ વસ્તુઓની ગુણવત્તા કેટલી નબળી છે. અહીં બનતા શસ્ત્રોથી લઈને રોજબરોજની ચીજવસ્તુઓ સુધી કંઈ પણ લાંબું ચાલતું નથી. હવે આવો જ એક કિસ્સો ચીન(China)ના હુબેઈ પ્રાંત(Hubei Province)માંથી સામે આવ્યો છે. અહીં ચીનના એન્જિનિયરોએ એક્સપ્રેસ વે પર આવો બ્રિજ બનાવ્યો, જેનો એક ભાગ તૂટી પડ્યો. જેના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. ચીની અધિકારીઓએ આ માહિતી આપી છે. આ અકસ્માત બપોરના સમયે થયો હતો. ત્યારથી બ્રિજ બનાવવામાં સામેલ માલસામાનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.

ટ્રાફિક અને પોલીસ ફોર્સના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત એઝોઉ શહેર(Ezhou city)માં શનિવારે બપોરે 3.30 વાગ્યે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં એક્સપ્રેસવે પરનો બ્રિજ લગભગ 500 મીટર (1,640 ફૂટ) તૂટી પડ્યો હતો. ચીનની સરકારી મીડિયા શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે પુલ પરથી અનેક વાહનો પડી ગયા. ઘટનાને પગલે એક્સપ્રેસ વે બંધ કરી દેવામાં આવ્યો છે.

ત્રણ ટ્રક અને એક કાર નીચે પડી હતી:
અકસ્માત થયો ત્યારે બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. જો કે, તે સમયે ત્યાં કેટલા મજૂરો હાજર હતા તે સ્પષ્ટ નથી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ તેના પર જઈ રહેલી ત્રણ ટ્રક અને કાર પણ નીચે પડી ગઈ હતી. 198 ટન વજન ધરાવતો ટ્રક પડી જતાં બે ટુકડા થઈ ગયા. જ્યારે કારના કાચ ફોડી નાખ્યા હતા. સમાચાર અનુસાર, પરિવહન મંત્રાલયના અધિકારીઓ સ્થળ પર તપાસ કરી રહ્યા છે. ચીનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. પરંતુ સરકાર આવા અકસ્માતોને છુપાવી રહી છે. જેથી કરીને અન્ય દેશોમાં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર તેની અસર ન પડે.

ઘટનાસ્થળની તપાસ:
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પ્રાંતીય ગવર્નર તેમજ ડેપ્યુટી પ્રાંતીય ગવર્નર બચાવ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. સિન્હુઆએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકો પણ ઘટના સ્થળે છે, ટ્રાફિકને ડાયવર્ટ કરી રહ્યા છે. સરકારી ચેનલ CGTNએ અહેવાલ આપ્યો હતો કે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવ્યાની 20 મિનિટ પછી 50 ઈમરજન્સી કર્મચારીઓનું પ્રથમ જૂથ અને નવ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *