ચીનની વધુ એક નાપાક હરકત- હવે અરુણાચલ પ્રદેશમાં કર્યા એવા કાંડ કે… ભારતીયોની ઊડી ગઈ ઊંઘ

India China Dispute: ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. ચીને નકશો જાહેર કરતાની સાથે જ વિવાદ સર્જાયો હતો. વાસ્તવમાં ચીને ભારતના અરુણાચલ…

India China Dispute: ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. ચીને નકશો જાહેર કરતાની સાથે જ વિવાદ સર્જાયો હતો. વાસ્તવમાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને દક્ષિણ ચીન સાગરને પોતાનો વિસ્તાર બતાવ્યો હતો. (India China Dispute)આ પછી ભારતે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે.

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વીટર પર ટ્વિટ કર્યું કે, ચીને સોમવારે 2023નો નવો નકશો જાહેર કર્યો છે. એક ટ્વિટમાં, ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે, ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સરહદોની રેખાંકનની પદ્ધતિના આધારે નકશાનું સંકલન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પણ તેના પ્રદેશમાં દર્શાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. જો કે, ભારતે ચીનના આ નકશાને ફગાવી દીધો છે. ભારતનું કહેવું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને ભવિષ્યમાં પણ તે ભારતનો અભિન્ન ભાગ જ રહેશે. સાથે જ ચીન તાઈવાનને પણ પોતાના ક્ષેત્રનો ભાગ માને છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હેતુ તાઈવાનને એક કરવાનો છે. આ માટે ચીન વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને દક્ષિણ ચીન સાગર પર પણ દાવો કરે છે.

ચીને સોમવારે જાહેર કર્યો હતો નકશો 
ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેનો નવો માનક નકશો સોમવારે બપોરે 3.47 વાગ્યે X (Twitter) પર પોસ્ટ કર્યો. આ નવો નકશો ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા હોસ્ટ કરવામાં આવતી સ્ટાન્ડર્ડ મેપ સર્વિસની વેબસાઈટ પર પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની સરહદોની રેખાંકન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ચીનના તમામ ભાગો બતાવવામાં આવ્યા છે. આ નકશા પર ચીનના નકશામાં ભારતના બે રાજ્યો પણ દર્શાવવામાં આવ્યા છે.

ચીને પાંચ વર્ષમાં ત્રીજી વખત કર્યો દાવો 
ચીને આવું કૃત્ય પહેલીવાર કર્યું નથી. આ વર્ષની શરૂઆતમાં એપ્રિલ 2023માં ચીને પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. ચીને છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે ચીનની હરકતો પર સ્પષ્ટપણે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. ચીનની આ હરકતને સહન નહીં કરે. આ રીતે નામ બદલવાથી વાસ્તવિકતા નહીં બદલાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *