સાતમ-આઠમ પહેલા જ દારૂની રેલમછેલ… અમદાવાદ PCBએ 2.27 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

PCB Seizes Liquor Worth 2.27 Lakh in Ahmedabad: ગુજરાતમાં ખાલી કહેવા પુરતું જ છે કે ગુજરાતમાં દારુ બંધ છે, તે માત્ર ચોપડાઓ પુરતું જ દારૂ બંધ છે.કેમ કે ગુજરાતમાં બુટલેગરો રોજ ને રોજ નવા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂ ઘૂસાડતાં જોવા મળે છે.તો પોલીસ પણ બુટલેગરોના નવા નવા કીમિયા નાકામ કરવામાં સક્ષમ બની ગઈ છે.

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન તેમજ સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે અવારનવાર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. હાલમાં ફરી એક વખત અમદાવાદ PCB દ્વારા મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.(PCB Seized Liquor Worth 2.27 Lakh)

અમદાવાદમાં આવેલ શાહીબાગ અને ધામુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PCB એ ચેકિંગ હથધર્યું હતું. તે દરમિયાન લોડીંગ ટેમ્પો અને રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. શાહીબાગ અને ધમપુર વિસ્તારમાં મળી આવેલો દારૂનો જથ્થો બુટલેગર તેજસિંહ રાવતનો હોવાનો ખુલાસો થયો છે. PCB એ ધામુપુરા અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દારૂ મળ્યો હોવાની ફરિયાદ પણ નોંધાવી છે.

માધુપુરા થી શાહીબાગ જતા ફ્લાય ઓવર નજીક આવેલ મહેશ્વરી સેવા સમિતિ હોલ પાસે ખુલ્લી જગ્યામાંથી દારૂની 1340 બોટલ અને 24 નંગ બિયર મળી આવી છે. કુલ મળીને 1364 બોટલ જેની કિંમત 2,27,247 હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે લોડીંગ રીક્ષા પણ કબજે કરવામાં આવી છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ રક્ષા શક્તિ સર્કલ નજીક આવાસ યોજનાના મકાનના પાર્કિંગમાંથી 72 દારૂની બોટલ કબજે કરવામાં આવી છે. 25,200 નો દારૂ તેમજ એક ઓટો રીક્ષા કરવામાં આવી છે. આ દારૂના જથ્થા સાથે અમરસિંહ રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. શાહીબાગ વિસ્તારમાં મળેલો દારૂ પણ બુટલેગર તેજસિંગનો હોવાનો જાણવા મળતા તેજસિંગ સામે FIR નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *