કોરોનાવાયરસ એ આખી દુનિયાને ખતરામાં મુકી દીધી છે. ચીનના વુહાનપ્રાંતમાંથી નીકળેલો આ વાઇરસ દુનિયાના ૧૦૦ થી વધારે દેશોમાં કોહરામ મચાવી ચૂક્યો છે.તેમજ ચીન એ આ વાયરસના સંક્રમણની પર નિયંત્રણ મેળવી લીધું છે. પરંતુ ચીન છે કે માનવાનું નામ નથી લઇ રહ્યો. ચીનના વુંહાન પ્રાંત ના ફરીથી પ્રાણીઓનું બજાર શરૂ થઈ ગયું છે. આ બજારોમાં કુતરા, બિલાડી અને ચામાચીડિયા ના માસનો ખુલ્લેઆમ વેપાર થઇ રહ્યો છે. એ પણ વગર કોઈ સુરક્ષા એ.
માનવામાં આવી રહ્યું છે કે ત્રણ મહિના પહેલા આ જ પ્રકારની એક મટન માર્કેટમાં થી કોરોનાવાયરસ મનુષ્યમાં ફેલાયો હતો. આ વાયરસ ચામાચીડિયા દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી ગયો હતો. ચીનના wuhan થી નીકળી આ વાઇરસ એટલી સુધી પહોંચ્યો અને હવે આખા યુરોપને પોતાના સકંજામાં લઇ ચુક્યો છે. એમાંથી અમેરિકા પણ બાકાત નથી રહ્યું. અમેરિકાનું ન્યુયોર્ક નવું વુહાન બની રહ્યું છે. અમેરિકામાં લગભગ દોઢ લાખ લોકો કોરોનાવાયરસ થી સંક્રમિત છે. અહીંયા અત્યાર સુધી 33 હજાર લોકો આ વાઇરસની ઝપેટમાં આવી જીવ ગુમાવી ચૂક્યા છે. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા આઈસીયુમાં પહોંચી ગઈ છે.
ખૂબ વેચાઈ રહ્યા છે ચામાચીડિયા
ચીનના માર્કેટમાં ફરીથી ચામાચીડિયા ઓને વેચવામાં આવી રહ્યા છે. ચામાચીડિયા ઉપરાંત કુતરા, બિલાડી, વીંછી અને અન્ય જનાવરો ના મટનનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આખા ચીનમાંથી lockdown હટાવી લેવામાં આવ્યું છે.ચીનની સરકાર લોકોને બજારમાં આવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે જેથી અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર લાવી શકાય.
છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતું માર્કેટ
વુહાનમાં જનાવરો નું માર્કેટ છેલ્લા ત્રણ મહિનાઓથી બંધ હતું. જાન્યુઆરીમાં તેને બંધ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન સમગ્ર ચીનમાં lockdown નું એલાન કરવામાં આવ્યું હતું. તમામ ફ્લાઇટ, ટ્રેન, બધી બસ સર્વિસ બંધ કરવામાં આવી હતી. હાઈવે પર જવાના રસ્તા ઓ ને પણ બંધ કરવામાં આવ્યા હતા. તમામ સ્કુલ, યુનિવર્સિટી, વેપારી સંગઠનોને બંધ કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિને દરેક ત્રણ દિવસે રેશન લેવા માટે બહાર જવાની પરમિશન હતી. વૃદ્ધ અને બીમાર લોકોને ઘરમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. વુહાન માં જનજીવન ફરીથી પાટા ઉપર આવી રહ્યું છે. આ લોકો છેલ્લા ત્રણ મહિનાથી ઘરોમાં કેદી હતા. હવે ત્યાંના બજારોમાં હલચલ જોવા મળી છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/