ભારત સાથે સીમા વિવાદને લઈને એક તરફ ચીન શાંતિ સ્થાપિત કરવાનો દાવો કરે છે તેમ જ બીજી બાજુ નેપાળ હવે વાતચીતમાં રસ દાખવી રહ્યું છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જે પરિસ્થિતિ છે તેનાથી આ બંનેના ઇરાદા ઉપર સવાલ ઉભા થવા લાગ્યા છે.હકીકતમાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લિપુલેખ માં ચીને મિસાઈલ ગોઠવવા માટેની સાઇટનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ દાવાને હવે સામે આવેલી સેટેલાઈટ તસવીરો થી બળ મળી રહ્યું છે. લીપૂલેખ એ જ વિસ્તાર છે જેને લઇને ભારત અને નેપાળ વચ્ચે વિવાદ સર્જાયો છે.
ઓપન સોર્સ ઇન્ટેલિજન્ટ એ સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે જેમાં દેખાઈ રહ્યું છે કે લેખ પાસે જંકશન એરિયામાં ચીને ફક્ત સૈન્ય શક્યું નથી આ ઉપરાંત મિસાઈલ ખડકવા માટેની તૈયારીઓ પણ કરી રહી છે. આ રિપોર્ટ અનુસાર વિસ્તારમાં સો કિલો મીટરની સ્કેનિંગ થી લિબરેશન આર્મી ની હલચલ ની ખબર પડી રહી છે.અહીંયા સતત હવામાન વાર કરનારી વિષયો માટે સાઇટનું નિર્માણ માનસરોવર પાસે કરવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની સેના અહીંયા સૈનિકો ખડકી રહી છે. અહીંયા 2020 થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેઠાણ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. લિપૂલેખ ભારતનો વિસ્તાર છે જે ભારત નેપાળ અને ચીનની બોર્ડર ભેગી થાય છે ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી તે ચર્ચામાં રહ્યું છે.
શું છે લિપુલેખ વિવાદ?
લીપુલેખ નજીક એ વિસ્તાર છે જ્યાંથી ભારતે માનસરોવર યાત્રા માટે નવો રસ્તો બનાવ્યો છે.છેલ્લા કેટલાક દિવસોમાં તે ચર્ચામાં આવ્યું હતું જ્યારે નેપાળે અહીંયા ભારત દ્વારા બનાવવામાં આવેલ ૮૦ કિલોમીટરના રોડ ઉપર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ નેપાળે અહીંયા નો નકશો જાહેર કરી વિવાદ વધાર્યો હતો. તેણે આ વિસ્તારને નેપાળ નો ભાગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews