અહિયાં પતિને ગર્ભવતી પત્નીને ખભે ઉચકીને ધગધગતા કોલસા પર ચાલવું પડે છે! હૈરાન કરનારું છે આ કારણ

ચાઈનાની અજીબોગરીબ પરંપરામાં યુલિનો ડોગ મિટ ફેસ્ટીવલ પણ તેમાનો એક છે. ચાઈનામાં આવી જ એક પરંપરા છે. આ પરંપર કપલ્સ માટે હોય છે. જેઓ મા બાપ બનવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે, દરેક જગ્યાએ ગર્ભવતી મહિલાઓને લઈને અલગ અલગ પરંપરા હોય છે. મા બનનારી મહિલાનું સારુ થાય તે માટે આ પરંપરા હોય છે. પણ તેનાથી જોડાયેલી ચીનની એક અજીબ પરંપાર વિશે ભાગ્યે જ તમે જાણતા હશો.

ચીની સંસ્કૃતિમાં એક રિવાજ છે, જેમાં પતિ સળગતા કોસલા પર પોતાની ગર્ભવતી પત્નીને ઉઠાવીને ચાલે છે. જો થનારો પિતા બાળકની માતાને ધગધગતા કોસલા પર સફલતાપૂર્વક ઉઠાવીને નક્કી કરેલા સ્થળ પર લઈ જાય છે, તો એવું માનવામાં આવે છે કે, મા સહજતાથી ઓછા દુખાવા સાથે બાળકને જન્મ આપશે, એટલે કે માને લેબર પેન ખૂબ ઓછુ થશે.

તમે એ જાણીને હૈરાન થઇ જશો કે, આ હચમચાવી નાખતી પરંપરામાં પુરૂષ એટલા માટે પુરી કરે છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન માના શરીરમાંથી 9 મહિના દરમિયાન એના હોર્મોન્સ નિકળે છે, જેના કારણે મહિલાને મૂડ સ્વિંગ્સ સહિત અન્ય કેટલીય સમસ્યાનો સામોન કરવો પડે છે. સાથે તેને દુખાવો પણ થાય છે. તેથી જ અહીંના પુરૂષો માને છે કે, પિતા બનવાની જર્ની પણ સરળ હોવી ન જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ પ્રથા ઘણા લોકો માટે વર્જિત કરતા ઓછી નથી. કારણ કે, તેઓ માને છે કે કોલસા પર ચાલવું તેના અને તેની સગર્ભા પત્ની માટે કંઈપણ સરળ બનાવશે નહીં. ઘણાં લોકો તેને માતા અને બાળક માટે જોખમી પણ ગણાવે છે, કેમ કે ચાલતી વખતે જો પતિનું સંતુલન બગડી જાય તો અકસ્માત પણ થઈ શકે છે. જયારે ત્યાંના ઘણા લોકો એમ પણ કહે છે કે, તે એક ખૂબ જ અનોખી અને આધ્યાત્મિક પ્રથા છે. જે બતાવે છે કે, પિતા દુખમાં તેમની પત્નીને ટેકો આપવા માટે કઈ રીતે તૈયાર છે. તેઓનું માનવું છે કે, આ પરંપરા બતાવે છે કે પિતા તેમના બાળક અને પત્નીને કેટલો પ્રેમ કરે છે. ત્યારે જ ઘણા લોકો કહે છે કે, આ પરંપરા સ્ત્રીઓનો સન્માન કરવાનો એક માર્ગ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *