આજે પણ ઘણા લોકો જ્યોતીશાસ્ત્ર (Astrology)માં વિશ્વાસ કરતા હોય છે. ઘણી વખત કોઈ કામ બરાબર ન થાય ત્યારે લોકો જ્યોતિષ શાસ્ત્રનો આધારે છે અને પોતાની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત લોકો ભવિષ્યમાં થવાની ઘટનાઓથી સંબંધિત માહિતી મેળવવા માટે પણ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરે છે. આ રીતે મોટા ભાગના લોકો પોતાની રીતે જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય છે. આજે આવું જ કઈક આ લેખમાં આપેલ છે. તમારે આ છ માંથી કોઈ એક ગુલાબ પસંદ કરવાનું છે અને પછી તેના વિશે આપેલી માહિતી તમારે વાંચવાની છે.
1. લાલ ગુલાબ:
ગુલાબમાં સૌથી પ્રખ્યાત લાલ ગુલાબ છે. લાલ ગુલાબને પ્રાચીનકાળથી પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ લાલ ગુલાબ તમારા બોલ્ડ, મહત્વાકાંક્ષી અને જુસ્સાદાર પ્રકૃતિને પ્રદર્શિત કરે છે. જીવનમાં તમારે શું હાંસલ કરવું છે તે તમે જાણો છો અને તેને પ્રાપ્ત કરવા માટે ડરશો નહીં અને તમે પ્રમાણિકતાથી કાર્ય કરો છો. તમારા જીવનમાં વધુ પડતાં ઉતાર-ચઢાવને લીધે તમારું નસીબ હંમેશા એક એક પગલું બદલાતું રહે છે જેના કારણે તમારી વિચારસરણીમાં પણ બદલાવ આવે છે જેથી તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં અસમર્થ છો.
2. નારંગી ગુલાબ:
ઉપરોક્ત ગુલાબો પૈકી જો તમે નારંગી રંગનું ગુલાબ પસંદ કરો છો, તો તેઓ દરેકની ભાવનાઓને સરળતાથી સમજી શકે છે. તે વિશ્વમાં સૌથી વધુ ભાવનાશીલ વ્યક્તિઓ છે. આ સિવાય તમે તમારા જીવનમાં મોટું બલિદાન પણ આપશો તેમજ તમે જીવનમાં મિત્રતાને વધુ પ્રાધાન્ય આપો છો.
3. લીલુ ગુલાબ:
આ પછી જો તમે લીલુ ગુલાબ પસંદ કરો છો તો તમે જીવનમાં શાંતિ, સુલેહ, સંતુલનની કદર કરો છો અને સંઘર્ષને તમે ટાળો છો. ઘણી વખત સંઘર્ષ તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે એટલા માટે સંઘર્ષને સંપૂર્ણપણે અવગણવો નહીં. તમારે હંમેશા કમ્ફર્ટઝોનની બહાર પગ મુકવા માટે તૈયાર રહેવું જોઈએ. આ ઉપરાંત તમે તમારા મિત્રો પ્રત્યે વધારે વફાદાર રહો છો. તમે હંમેશા તમારા પોતાના મિત્રો અને કુટુંબની સુખાકારીને પ્રાધાન્ય આપો છો.
4. બ્લુ ગુલાબ:
બ્લુ ગુલાબ પસંદ કરવા વાળા લોકો વિશ્વાસપાત્ર અને વિશ્વસનીય વ્યક્તિ હોય છે. તમે તમારા બધા મિત્રો કરતાં હોશિયાર છો એટલે કે જ્યારે પણ તમારા મિત્રો સલાહની શોધમાં હોય ત્યારે તમારી પાસે આવે છે. તમારું હૃદય ખૂબ જ ચોખ્ખું છે અને તમારી આ ક્ષમતાને કારણે તમે ભવિષ્યને સારી રીતે બનાવી શકો છો. તમારા પરિવાર તરફથી તમને ઘણો બધો સપોર્ટ મળશે. મુશ્કેલીઓનો તમે સરળતાથી સામનો કરી શકો છો.
5. પીળું ગુલાબ:
હવે જો કોઈ વ્યક્તિ પીળું ગુલાબ પસંદ કરે છે, તો તે ખુબ જ ખર્ચાળ વ્યક્તિ છે ભવિષ્ય માટે પૈસા બચાવતાં નથી જેના કારણે તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ કોઈ ચોક્કસ ઉંમર વટાવ્યા પછી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણી નહી શકો. આ ઉપરાંત જ્યારે તમારા ઉપર મુશ્કેલીઓ આવે છે ત્યારે તમારા મિત્રો તમારા માટે આશાનું કિરણ બની શકે છે તમે બીજા લોકોની ખુશી માટે ઘણો સંઘર્ષ કરો છો. તમે સ્વપ્નદ્રષ્ટા છો અને હંમેશા આવનારી સારી બાબતોની રાહ જોતા હોવ છો. ભવિષ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે આસપાસ જે મહાન બાબતો બને છે તે ગુમાવી શકો છો.
6. રેઇનબો ગુલાબ:
આ પછી જો કોઈ રેઈનબો ગુલાબ એટલે કે અનન્ય સપ્તરંગી ગુલાબ પસંદ કરે છે તો તમે ખરેખર એ જ પ્રકારના છો. તમે દરરોજ સાહસ અને ઉત્તેજનાની શોધમાં રહો છો અને આશાવાદી છો. દરેક પરિસ્થિતિમાં તમે જે અનુભવો છો તે શ્રેષ્ઠ છે, ક્યારેય પણ તમે આ અવિશ્વસનીય પ્રકાશ વહન કરો છો તેને મંદ થવા દો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.