આપઘાતના કિસ્સાઓ માં સતત વધારો થઇ રહ્યો છે. લોકોને જીવનમાં થોડી મુશ્કેલી આવે એટલે તેની સામે લડવાને બદલે તરત જ હાર માની લેતા જોવા મળે છે. ત્યાર બાદ પરિવારમાં માતમ છવાઈ જાય છે. વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સુરતના વરાછા વિસ્તાર માંથી સામે આવી છે.
યુવાને શેર બજારમાં નુકસાન થવાથી ખુબ જ દેવું થઈ ગયું હતું. તેથી નાના વરાછા ચોપાટીમાં ઝેરી દવા પીયને જીવન ટુંકાવી લીધું હતું. યુવક વરાછામાં આવેલા લંબેહનુમાન પાસે રહે છે. તે ઇલેક્ટ્રિક શોરૂમના મેનેજરે તરીકે કામ કરે છે. યુવકે આપઘાત કરતો તે પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી.
સ્યુસાઈડ નોટમાં લખેલું હતું કે, શેરબજારમાં દેવુ થઈ જતા આવું પગલું ભરી રહ્યો છુ. યુવક વરાછાના લંબેહનુમાન રોડ પર કુબેર નગર રેશમભવન એપાર્ટમેન્ટમાં રહે છે. તેનુ નામ મનીષભાઈ મોહનભાઈ છે, તેની ઉમર 49 વર્ષ છે. મનીષભાઈને એક પુત્ર અને એક પુત્રી છે.
મનીષએ સવારે નાના વરાછા આવેલી ચોપાટીમાં જઈ ઝેરી દવા પીયને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજુ-બાજુના લોકોએ તેને જોયો અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં લઇ ગયા. ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.