ચોટીલામાં સીમંતના પ્રસંગમાં આવેલા 120 લોકોને થઇ ગયા ઝાડા-ઉલ્ટી, કારણ જાણી…

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) ચોટીલા(Chotila)ના પીપરાળી(Piprali) ગામે ફૂડ પોઈઝનીંગ(Food poisoning)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક સાથે 120 લોકો આ ફૂડ પોઈઝનીંગની ઝપેટમાં આવ્યા છે. સીમંતના પ્રસંગમા જમ્યા બાદ બનેલી આ ઘટનામાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો અને બાળકો ફૂડ પોઈઝનીંગની ઝપેટમાં આવી ગયા છે. જમ્યા બાદ અચાનક જ ઝાડા-ઉલ્ટી થવાને કારણે કેટલાયની તબિયત લથડી જવા પામી હતી.

ગંભીર દર્દીઓને ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા:
મળતી માહિતી અનુસાર, 120 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. વધુ ગંભીર દર્દીઓને ચોટીલાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. ત્યાં પણ દર્દીઓના સંબંધીઓ દ્વારા હોસ્પિટલની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો કારણ કે ઈમરજન્સી હોવા છતાં પણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર નહોતા.

પીપરાળી ગામમાં ફુડ પોઇઝનીગ મોટા પ્રમાણમાં હોવાની જાણકારી મળતા જ તાત્કાલીક આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવવામાં આવ્યા હત અને તમામને પીપરાળી ગામે ફુડ પોઇઝનીગના ઝપેટમાં આવેલ લોકોને સ્થળ પર જ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, પિયાવા ગામે રહેતા વેવાઇ પરિવારના પણ લોકો જમણવારમાં આવેલા તેઓ પણ પોઈઝનીંગની ઝપેટમાં આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *