દેશમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ગુજરતના અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક સગીરાને રબારી કોલોનીમાં આવેલા ક્લેશીયા ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. વીડિયો કોલ મારફતે સગીરાના નગ્ન ફોટો મેળવી લીધા હતા. બાદમાં સગીરાને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહ્યું હતું. પાદરીએ સગીરાના દૂરના કાકાને આ વીડિયો મોકલી દીધા હતા. જેથી સમગ્ર હકીકત બહાર આવતાં સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાની પોલીસ ફરિયાદના આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ધો.11માં અભ્યાસ કરતી સગીરાને પાદરી ધમકીઓ આપતો હતો
સગીરાએ આજ રોજ પોલોસ સ્ટેશનમાં ફરયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, અમરાઇવાડીમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધો.11માં અભ્યાસ કરે છે. 25 ડિસેમ્બર 2019ના રોજ પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાદરી ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને તેના માતા પિતાને પણ ચર્ચમાં લાવવાનું કહ્યું હતું. જોકે સગીરાએ ઘરે આ બાબતે કોઈ જાણ કરી ન હટીમ થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. એક મહિના બાદ સગીરા માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી. ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ તેના ભત્રીજાઓ સાથે આવીને ઢોલ નગારા સાથે ભજન પણ કરી ગયો હતો.
પાદરી વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ ફરયાદ નોંધવતા જણાવ્યું હતું કે, સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ ફોન કરતો હતો. કિસ કરતો ફોટો મોકલી આપ્યો અને i love you પણ કહ્યું હતું. વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનો પીછો પણ કરતો હતો. સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો. જો નહિ કરે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું પણ કહેતો હતો.
હાલમાં પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટનાની માહિતી અઠવાડિયા પહેલા સગીરાના દૂરના કાકાને ગુલાબચંદે સગીરાના નગ્ન ફોટો મોકલ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. બે- ત્રણ દિવસ બાદ ફરી ફોટો મોકલ્યા હતા. રામોલ પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews