સુશાંતસિંહ કેસમાં નવો વળાંક આ અભિનેત્રી માટે પ્લેન બુક કરવા 70 લાખ ખર્ચ્યા હતાં- નામ વાંચીને ચોકી જશો

થોડાં મહિના પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાનાં ઘરમાં જ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો, આત્મહત્યાની પાછળ જવાબદાર કારણ કયું રહેલું છે,…

થોડાં મહિના પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાનાં ઘરમાં જ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો, આત્મહત્યાની પાછળ જવાબદાર કારણ કયું રહેલું છે, એનો કોઈ ખુલાસો થયો નથી. ત્યારે હાલમાં સુશાંતસિંહ રાજપૂતને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હાલમાં CBI કરી રહી છે. આ દરમિયાન સુશાંતસિંહ વિશે કંઇક એવી ઘણી જૂની વાતો સામે આવી રહી છે. જેનાં વિશે લોકો ખુબ ઓછું જાણે છે. CBI આ કેસમાં સુશાંતથી જોડાયેલ ઘણાં લોકોની પૂછપરછ કરી રહી છે, પણ આ દરમિયાન ઘણાં બીજાં લોકો નવા દાવાની સાથે સામે આવી રહ્યા છે.

આ દરમિયાન છેલ્લા ઘણાં દિવસથી સુશાંતની બેંગકોક ટ્રિપ પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.સુશાંતના પૂર્વ આસિસ્ટન્ટ સાબિર અહમદે TV નાં એક ઇન્ટરવ્યૂમાં બેંગકોક ટ્રિપની ચર્ચા કરી હતી. રિયા ચક્રવર્તીએ આ ટ્રિપ વિશે જણાવતાં કહ્યું હતું, કે સુશાંતની આ ટ્રિપમાં માત્ર છોકરાઓ જ સાથે ગયા હતાં.

જો, કે સાબિરે રિયાની આ વાતને ખોટી ઠરાવિ છે તથા જણાવતાં કહ્યું છે, કે આ ટ્રિપમાં સુશાંતની સાથે એનાં મિત્રોની ઉપરાંત સારા અલી ખાન પણ ગઈ હતી. હવે આ મામલે વધારે એક વાત સામે આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે, કે આ ટ્રિપમાં સુશાંતે મિત્રોની પાછળ કુલ 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતાં.

હવે એવું સામે આવી રહ્યું છે, કે સારા અલી ખાનની માટે જ આ ટ્રિપનું પ્લાનિગ કરવામાં આવ્યુ હતું.આ ટ્રિપ પર સુશાંતનાં મિત્ર કુશલ ઝવેરી તથા સિદ્ધાર્થ ગુપ્તા પણ સાથે હતાં. આ ટ્રિપ માટે સુશાંતે ચાર્ટર્ડ પ્લેન માત્ર સારા અલી ખાન માટે બૂક કર્યું હતુ.

જેથી એ વાત સામે ન આવે કે સુશાંત તથા સારા એકબીજાને પસંદ કરી રહ્યાં છે. મળેલ જાણકારી મુજબ સારા અલી ખાનને એરપોર્ટ પર સુશાંતનાં મિત્ર સેમ્યુઅલ આઓકિપે રિસીવ કરી હતી. આ ટ્રિપ પર સુશાંત તેમજ સારા અલી ખાન એક લગ્ઝરી આઇલેન્ડ હોટલમાં રહ્યાં હતાં.

ટ્રિપ પર માત્ર પ્રથમ દિવસે જ સુશાંત તથા સારા બીચ પર પણ ગયા હતા. બાકીનાં દિવસોમાં સુશાંતનાં બીજા મિત્રો ફરવાં માટે ગયા હતાં પણ સુશાંત તેમજ સારા અલી ખાન હોટલમાં જ રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *