પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતની લોકસભામાં પસાર કરેલા નાગરિકત્વ સુધારા બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહ્યો હતો, હવે તે બીજા નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યું છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. ઇમરાને આરોપ લગાવ્યો કે આ બિલ બંને દેશો વચ્ચેના કરારની વિરુદ્ધ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘અમે ભારતની લોકસભા દ્વારા પસાર કરાયેલા નાગરિકત્વ બિલનો વિરોધ કરીએ છીએ. આ કાયદો પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય કરાર અને માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિન્દુ રાષ્ટ્રનો આ એજન્ડા છે, જેનો અમલ હવે મોદી સરકાર કરે છે.
We strongly condemn Indian Lok Sabha citizenship legislation which violates all norms of int human rights law & bilateral agreements with Pak. It is part of the RSS “Hindu Rashtra” design of expansionism propagated by the fascist Modi Govt. https://t.co/XkRdBiSp3G
— Imran Khan (@ImranKhanPTI) December 10, 2019
તમને જણાવી દઇએ કે અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ બંને દેશો વચ્ચેના તમામ દ્વિપક્ષીય કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે અને ખાસ કરીને લઘુમતીઓના અધિકારો અને સલામતી માટે ચિંતાજનક છે.
ભારત સરકારે જે નાગરિકત્વ સુધારણા બિલ લાવ્યું છે તે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, શીખ, ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના કાયદા હેઠળ ઇસ્લામિક દેશ છે, તેથી ત્યાં કોઈ મુસ્લિમ લઘુમતી નથી. તેથી, તેઓને આ બિલમાં શામેલ કરવામાં આવ્યા નથી.
કલમ 370 નો પણ વિરોધ કર્યો હતો
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન તરફથી ભારતના કોઈ નિર્ણય અંગે આ પ્રકારનો વાંધો ઉઠાવ્યો હોય. નાગરિકતા સુધારણા બિલ પહેલા ભારતની સંસદે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે પણ પાકિસ્તાનને વાંધો ઉઠાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.