સુરતમાં 27 મુસાફરોને લઇને જઈ રહેલી સિટી બસ આગમાં સ્વાહા- અંદર રહેલા તમામ લોકો…

સુરત(Surat): શહેરની બ્લૂ કલરની સિટી બસમાં આગ(City bus fire) લાગવાના બનાવો અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે સુરતના સાયણ(Sayan) ખાતે સિટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બસના બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ જવા પામી હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે તેની બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ સ્વાહા થઈ ગયો હતો. આગને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં સવાર 27 મુસાફરનો ડ્રાઈવરની સમયસૂચકતાને ધ્યાને રાખીને આબાદ બચાવ થયો હતો.

મહત્વનું છે કે, સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા માટે નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી DRGD હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી અચાનક જ ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી અને મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગી હતી, જેથી આજુબાજુમાં ભયનો માહોલ સર્જાય જવા પામ્યો હતો.

સિટી બસમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં આખેઆખી સ્વાહા થઈ ગઈ હતી, પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઊભો કરવામાં આવ્યો હતો એમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેને કારણે મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બસમાં અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાતાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકથી થઇ ગઈ હતી. બસમાં આગ લાગતાં તાત્કાલિક જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને લોકોને  હાશકારો થયો હતો.

સાયણ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, બસમાં આગ લાગવાનો કોલ મળતાંની સાથે જ ટીમ પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે જોરદાર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવી લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *