જો આમ થશે તો, ગુજરાતની દરેક ખાનગી શાળાઓની ફીમાં એક જ ઝાટકે થશે 33% નો તગડો વધારો

ગુજરાત(Gujarat): કોરોનાકાળથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલો માટે એક ફી નિર્ધાર કરવામાં આવી છે. શાળા ફી લેવામાં મનમાની કરી રહી હોવા છતાં ફરી ફી વધારવા…

ગુજરાત(Gujarat): કોરોનાકાળથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલો માટે એક ફી નિર્ધાર કરવામાં આવી છે. શાળા ફી લેવામાં મનમાની કરી રહી હોવા છતાં ફરી ફી વધારવા માટે સરકારની પરમિશન લેવી જરૂરી છે. ભાગ્યેજ કેટલીક શાળાઓમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી લેવામાં આવતી હશે પણ આમ છતાં નિયમો એવા છે કે, ખાનગી સ્કૂલો દ્વારા આ નિયમોનું પાલન કરવું પડે છે.

જણાવી દઈએ કે, સરકાર દ્વારા ખાનગી સ્કૂલોને સંકજામાં લેવા માટે વર્ષ-2017માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ફીના સ્લેબ નક્કી કરવામાં આવ્યાં હતા. કાયદામાં નક્કી કરવામાં આવેલા ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયા એટલે કે 33 ટકાનો ફી વધારો કરી આપવા ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકારના ફીના કાયદામાં દરેક શાળાઓએ ફીનો પરિપત્ર સ્કૂલના નોટિસબોર્ડ પર લગાવવાનો હોવા છતાં આ નિયમોનો કોઈ સ્કૂલ દ્વારા અમલ કરવામાં આવતો નથી કારણ કે દરેક સ્કૂલોની ફીના ધોરણો જુદા જુદા છે.

હવે ફી નિર્ધારણ કાયદામાં પ્રાથમિકમાં 15 હજાર રૂપિયા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં 25 હજાર રૂપિયા અને ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સમાં ૩૦ રૂપિયા હજાર કરવાની સંચાલકો દ્વારા ફી નિયત કરવામાં આવી હતી. કાયદામાં નિયત કરવામાં આવેલી ફી સ્લેબ કરતા ઓછી ફી વસુલનારી સ્કૂલોએ એફિડેવીટ કરવાની અને એનાથી વધુ ફી વસુલનારી સ્કૂલો દ્વારા વ્યાજબીપણું સાબિત કરવા કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવતી હોય છે. જેમાં ઘણી સ્કૂલો આ બાબતે સફળ રહેતી નથી તેમ છતાં પણ વાલીઓ પાસેથી મોટા પ્રમાણમાં ફી વસુલવામાં આવે છે.

શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, ફીના સ્લેબ વર્ષ-2017માં નિયત થયા હતા. જેથી 6 વર્ષના સમયગાળા દરમિયાન વધેલી માંઘવારી, કર્મચારીઓના પગાર સહિતના અન્ય ખર્ચાઓમાં થયેલ વધારાને જોતા ફીના સ્લેબમાં પણ વાધારો કરી આપવામાં આવે. દરેક તબક્કે 5 હજાર રૂપિયાનો વધારો કરવાની માગ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ફીમાં 5 હજાર રૂપિયાના વધારા માટે રજૂઆત કરવામાં આવી છે. ફી નિર્ધારણ કાયદામાં ફીના 3 સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતની ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા કાયદામાં ફ્રીના સ્લેબમાં 33 ટકાનો વધારો કરવાની માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. હવે શાળા સંચાલક મંડળ ભૂપેન્દ્ર પટેલ સરકારની હાની રાહ જોઈ રહ્યાં છે. સરકાર જો લીલીઝંડી આપી તો દરેક વાલીઓના માથે 5 હજાર રૂપિયાનો ફીનો મસમોટો વધારો ઝિંકાય તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *