પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા COVID-19 દર્દીઓની સારવાર માટે તેની આયુર્વેદિક દવા કોરોનિલ શરૂ કર્યાના કલાકોમાં જ કેન્દ્ર સરકારે કહ્યું છે કે “જણાવેલા દવાને વૈજ્ઞાનિક અધ્યયનના દાવા અને વિગતો સ્પષ્ટ નથી” જેની હકીકત જાણી શકાતી નથી અને આ દવાની યોગ્ય તપાસ કરવામાં આવે નહી ત્યાં સુધી કંપનીને આવી જાહેરાત કરવાનું બંધ કરવાનું કહ્યું હતું.
એક નિવેદનમાં આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે પતંજલિ દ્વારા જાહેર દવાઓની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે અને વધુમાં કહ્યું હતું કે પતંજલિને COVID સારવાર માટે દાવો કરવામાં આવતી દવાના નામ અને રચનાની વહેલી તકે વિગતો પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે.
પતંજલિની એન્ટિ-કોવિડ ટેબ્લેટ જેનું નામ દિવ્ય કોરોનિલ ટેબ્લેટ છે. તેમાં ગિલોય, તુલસી અને અશ્વગંધાનો સમાવેશ થાય છે અને તેને સવારના નાસ્તા, બપોરના અને રાત્રિભોજનના 30 મિનિટ પછી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવાની ભલામણ કરવામાં આવે છે. જોકે, તબીબી નિષ્ણાતો યોગગુરુ રામદેવના પતંજલિ દ્વારા કરવામાં આવેલા દાવાથી ખાતરી નથી થયા.
યોગ ગુરુ રામદેવએ આજે બપોરે ૧૨ કલાકે પોતાના હરિદ્વાર ખાતેના ઉદ્ઘાટન પ્રસંગમાં દવા લોન્ચ કરતા જણાવ્યું કે, અમે COVID19 માટે પ્રથમ આયુર્વેદિક-તબીબી નિયંત્રણ કરતી દવાને સંશોધીત કરી છે. અમે ડોકટરી પુરાવા અને અભ્યાસ સાથે દવા તૈયાર કરી છે.અને અમારી આ દવાથી 3 દિવસમાં 69% દર્દીઓ સાજા થઇ ગયા છે જયારે 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે.
મંત્રાલયના અધિકારી જણાવે છે કે, “પતંજલિ આયુર્વેદ લિમિટેડને COVID સારવાર માટે દાવો કરવામાં આવતી દવાઓના નામ અને રચનાની વહેલી તકે વિગતો પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે; સ્થળ કે હોસ્પિટલ જ્યાં COVID-19ની દવાના સંશોધન અભ્યાસ થયા છે, પ્રોટોકોલ, સેમ્પલની સાઈઝ, સંસ્થાકીય નૈતિકતા સમિતિની મંજૂરી, સીટીઆરઆઈ નોંધણી અને અભ્યાસના પરિણામો અને બીજા મુદ્દાની યોગ્ય તપાસ થાય ત્યાં સુધી આવા દાવાઓની જાહેરાત કરવાનું બંધ કરો. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news