જો વાત કરવામાં આવે તો જ્યારથી અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)ના તવાંગ સેક્ટર(Tawang Sector)માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી દેશમાં વાતાવરણ ગરમ છે. આટલું જ નહી પણ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે, ચીનની હરકતોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મંગળવારના રોજ સાંજે અચાનક જ સોશિયલ મીડિયા(Social media)નો માહોલ બદલાઈ જવા પામ્યો હતો. હાલમાં તો 2.20 મિનિટનો એક વિડીયો વાયરલ(Viral video) થયો અને લોકો દુશ્મનને મારતા જોઈને ખુશ થઇ ગયા હતા.
Indian Army 🇮🇳 V/s Chinese Army
and
Chinese Army is running away 😊LeLi gang and Rahul Gandhi must be feeling so bad after seeing this pic.twitter.com/h0yAghO874
— Major Surendra Poonia (@MajorPoonia) December 13, 2022
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં દેખાતા ચીની સૈનિકોની મારપીટથી પત્રકારોથી લઈને રાજનેતાઓ અને સામાન્ય લોકો પણ રાજી થયા હતા. વિડીયોમાં એક સૈનિક પોતાની સ્ટાઈલમાં ચીનીઓને અપશબ્દો બોલતા સાંભળવા મળી રહ્યા છે. આ વિડીયો જોઇને લોકો કહી રહ્યા છે કે, આમાં પંજાબી સમજવામાં બહુ મુશ્કેલી નહીં પડે. જોકે ઉલ્લેખનીય છે કે, આ વિડીયો કઈ તારીખનો છે અને ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી આ વિડીયોની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતું નથી.
જોકે આ વિડીયો ક્યારનો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. વિડિયો જૂનો હોવાની શક્યતા વધુ દેખાઈ રહી છે. હા, આમાં દેખાઈ રહ્યું છે કે ભારતીય સૈનિકો લાકડીઓ અને કાંટાળા તાર વડે ચીનીઓને મારી રહ્યા છે. જોકે આ વિડીયો ક્યાંનો અને કઈ તારીખનો જે અંગે હજુ જાણકારી મળી નથી.
ઉલ્લેખનીય છે કે, અરુણાચલમાં 9મી ડિસેમ્બરના રોજ થયેલી અથડામણના સમાચાર સોમવારે સાંજે મીડિયામાં ચમક્યા અને 24 કલાક પછી આ વિડીયો વાયરલ થયો કે તે સંયોગ છે કે સત્ય, કોઈ દાવો કરી શકાય તેમ નથી. હાલમાં તો આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર વાતાવરણ ‘મોજી’ બની ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.