ગુજરાતનાં બાળક ધેર્યરાજસિંહ મદદે આવીને સુરતનાં કિન્નર સમાજની સમગ્ર રાજ્યમાં પ્રશંસા થઈ રહી હતી પણ હાલમાં સામે આવી રહેલ સમાચારમાં કિન્નર સમાજે એવું કર્યું છે કે જાણીને આશ્વર્ય થશે. કોરોનાને કારણે સમગ્ર શહેરમાં રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારની ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયા હતા. રાત્રિ કર્ફ્યૂમાં કિન્નરોને પોલીસે અટકાવીને માસ્ક પહેરવાનું જણાવતાં બધી હદો પાર કરી હતી. કિન્નરોએ વસ્ત્રો ઉતારીને પોલીસને ક્ષોભમાં મૂકી દેવાની સાથે મારામારી પણ કરી હતી. ચેકપોસ્ટ મચેલા હંગામાને લીધે પોલીસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસની સામે નગ્ન થઈને ઉદ્ઘાતાઈ કરી:
રાત્રિ કર્ફ્યૂમાં અમરોલીથી આવી રહેલ કિન્નરોને માસ્ક પહેરવાની સાથે કતારગામ ચેકપોસ્ટ પરથી પાછાં જવા માટે જણાવ્યું હતું. જો કે, કિન્નરોએ પોલીસની વાત ન સાંભળીને દાદાગીરી કરી હતી. કિન્નરોએ પોલીસની સામે ફક્ત નગ્ન થઈને ઉદ્ઘાતાઈ કરી તેવું નથી પણ મારામારી પણ કરી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ:
કિન્નરોના હંગામાંનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. કિન્નર હોય કે સામાન્ય વ્યક્તિ અથવા તો VIP પણ સરકારે બનાવેલ નિયમો બધાં જ લોકો માટે એકસમાન હોય ત્યારે આવી પરિસ્થિતિમાં આવાં પ્રકારના વર્તનની ટીકા થઈ રહી છે. કિન્નરોનો એક વર્ગ એવો છે કે, જે સમાજમાં સન્નમાનનું સ્થાન ધરાવે છે પણ આવા કેટલાક તત્વોને લીધે તેમની પણ બદનામી થઈ રહી છે.
ચાર કિન્નર સામે ફરિયાદ નોંધાઈ
કતારગામ ચેકપોસ્ટ પર મોડી રાત સુધી ચાલેલ આ હંગામાને લીધે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. બધાં જ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં કતારગામ પોલીસ દ્વારા 4 જેટલા કિન્નરો સામે મારામારીની ફરિયાદ નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.