કોમી એકતાનું અનોખું ઉદાહરણ! પાટણનો આ મુસ્લિમ પરિવાર દરરોજ તૈયાર કરે છે 4000થી પણ વધુ પતંગ, ખાસ કોલકાતાથી આવે છે વાંસની સળીઓ

‘વિવિધતામાં પણ એકતા’ આ વાક્યને સાચા અર્થમાં સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. આમ તો, ઉત્તરાયણ (Uttarayana) એ હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારમાં પતંગનું વિશેષ…

‘વિવિધતામાં પણ એકતા’ આ વાક્યને સાચા અર્થમાં સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. આમ તો, ઉત્તરાયણ (Uttarayana) એ હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારમાં પતંગનું વિશેષ મહત્ત્વ હોય છે. ઉત્તરાયણના દિવસે નાના ભૂલકાંથી માંડીને દરેક લોકો પતંગ ચગાવવા ધાબે ચડી જતા હોય છે. જોકે આ જ પતંગ અન્ય ધર્મના લોકો માટે પણ રોજગારીનું માધ્યમ બન્યું છે. પાટણમાં મુસ્લિમ પરિવારો વર્ષે 15થી 20 લાખ પતંગો બનાવીને રોજગારી મેળવે છે.

મળતી માહિતી અનુસાર, શેખ મહંમદ આસિફ પોતાના પરિવાર સાથે પાટણ શહેરમાં નીલમ સિનેમા પાસે રહે છે. તેઓ પોતાના પરિવાર સહિત 20થી 25 કારીગરો મળી વર્ષમાં 15થી 20 લાખ જેટલી પતંગો બનાવે છે. એક દિવસમાં આ પરિવારો અંદાજિત 2 હજારથી 4 હજાર પતંગો તૈયાર કરે છે અને ગુજરાતભરમાં ઓર્ડર પ્રમાણે મોકલાવે છે.

કોલકાતાથી વાંસની સળીઓ મગાવાય છે:
ખાસ વાત તો એ છે કે, આ પરિવાર પતંગ બનાવવા કોલકાતાથી વાંસની સળીઓ મગાવે છે તેમજ ખાસ પ્રકારના પોલિથીનના કાગળો અમદાવાદની ફેકટરીઓમાંથી મગાવીને અવનવી ડિઝાઈનોવાળી પતંગો બનાવે છે. આ અંગે પતંગ બનાવનાર મહંમદ આસિફ શેખ જણાવે છે કે, અમે ઉત્તરાયણ બાદ ફેબ્રુઆરીમાં પતંગ બનાવવાનું શરૂ કરીએ છીએ.

ઉત્તરાયણ બાદ ફેબ્રુઆરીથી જ પતંગ બનાવવાની કામગીરી શરૂ:
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, અમારા સમાજની મહિલાઓને રોજીરોટી મળે અને અમારું પણ કામ થાય એ માટે ઘરે ઘરે મહિલાઓને 20થી 25 હજાર પતંગ બનાવવા આપીએ છીએ. આ લોકોને જેવું કામ એ પ્રમાણે અલગ અલગ 1000 પતંગની કામગીરી માટે રૂપિયા 45થી 100 સુધી અપાવામાં આવે છે. આ સાથે જ પતંગ બનાવનાર નસીબબાનુએ જણાવ્યું હતું કે, અમારા ઘરે પતંગનો કાચો માલ આપી જાય છે. અમે દિવસ દરમિયાન 2 હજારથી લઈ 4 હજાર જેટલી પતંગો બનાવીએ છીએ.

કેવી રીતે તૈયાર થાય છે પતંગ?
પતંગ બનાવવાની પ્રોસેસ વિશે જાણીએ તો, એક પતંગ 5 જગ્યા પર ગયા પછી તૈયાર થાય છે, જેમાં સૌપ્રથમ પતંગના આકાર માટે એના બીબામાં પોલિથીનના કાગળો કાપીને ચોરસ આકાર આપવામાં આવે છે. ત્યાર બાદ વચ્ચે સળી લગાવવામાં આવે છે, પછી ઉપરની કમાન લગાવવામાં આવે છે અને લાસ્ટમાં પૂંછડી લાગવામાં આવે છે. પાટણ શહેરમાં બનતી પતંગ અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વેચાણ માટે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *