વધુ એક 15 વર્ષીય વિદ્યાર્થિનું હાર્ટઅટેકથી મોત: 10 માં ધોરણમાં અભ્યાસ કરતા યુવકનું શાળામાં જ રેસ બાદ નિધન

10th standard student died of heart attack: દેશમાં હાર્ટ અટેકના કારણે યુવાન વયના લોકોના મોત થયા હોવા એવા કિસ્સા છેલ્લા થોડા મહિનાઓથી વધી ગયા છે.…

10th standard student died of heart attack: દેશમાં હાર્ટ અટેકના કારણે યુવાન વયના લોકોના મોત થયા હોવા એવા કિસ્સા છેલ્લા થોડા મહિનાઓથી વધી ગયા છે. કોઈનું જિમમાં તો કોઈનું ક્રિકેટના મેદાનમાં તો કોઈનું સ્કૂલમાં પરીક્ષા આપતાં હાર્ટ અટેકથી મોત થયું હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. હવે 15 વર્ષની વયે છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.(10th standard student died) હાઈસ્કૂલની ટીમમાં 4×100 મીટરની રેસમાં ભાગ લેનારા છોકરાનું મૃત્યુ થયું છે. રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ છોકરાને હાર્ટ અટેક આવ્યો હતો. ગુરુવારે કર્ણાટકના તુમાકુરુ તાલુકામાં આ ઘટના બની હતી.

મૃતકની ઓળખ 15 વર્ષીય ભીમાશંકર તરીકે થઈ છે, જે કર્ણાટકના યાદગીરી જિલ્લાના સુરાપુરનો રહેવાસી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. ભીમાશંકર તુમકુર તાલુકાની બેલાદરા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, ભીમાશંકર, જે ચિક્કાથોટલુકેરે નજીક આયોજિત જિલ્લા-સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો, તેણે ઇવેન્ટમાં આયોજિત રિલે સ્પર્ધામાં બીજું ઇનામ જીત્યું.

રેસમાં બીજા ક્રમે આવતાં નિરાશ હતો છોકરો
બેલધારામાં આવેલી બેલધારા ગ્રામ્ય હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો ભીમશંકર 12 સભ્યોની ટીમનો ભાગ હતો. સ્કૂલના આચાર્ય નાગારાજુએ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવાયું છે કે, “ગુરુવારે સાંજે 5.45 કલાકે રિલે રેસ પૂરી થઈ હતી અને અમારી સ્કૂલની ટીમનો બીજો ક્રમાંક આવ્યો હતો.

બીજા ક્રમે દોડનારા ભીમશંકરે ટીમને લીડ અપાવી હતી પરંતુ અન્ય સભ્યોએ દોડવામાં મોડું કરતાં ટીમ પાછળ પડી હતી. પોતાની ટીમ પહેલા ક્રમે ના આવતાં ભીમશંકર નિરાશ થયો હતો. રેસ પૂરી થયા પછી તેમની સાથે ગયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને બેગ ભરીને વાહનમાં બેસવાનું કહ્યું હતું, જેથી તેઓ ગામમાં પાછા આવી શકે.”

સાંજે છ વાગ્યે આવ્યો હાર્ટ અટેક
જોકે, ભીમશંકરે બેગ ઊંચકી અને ત્યાં જ ઢળી પડ્યો હતો. સાંજે છ કલાકે ભીમશંકર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ધોરણે શ્રીદેવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નાગાર્જુને જણાવ્યું કે, ડૉક્ટરે ભીમશંકરના મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું જણાવ્યું છે.

પિતાએ કરી પોલીસ ફરિયાદ
ભીમશંકરના પિતા બાસવારાજુ યાદ્ગીર જિલ્લાના સુરાપુરા તાલુકાના નાગાગુરુ ગામના વતની છે. તેઓ એક ઈંટોની ભઠ્ઠીમાં કામ કરે છે. તેમણે કોરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. પોસ્ટમોર્ટમ પછી ભીમશંકરના મૃતદેહને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *