બોર્ડની પરીક્ષામાં ટોપ કરનાર વિધાર્થી જીવનની પરીક્ષા ચુકી ગયો- અકસ્માતમાં માતા-પુત્રનું કરુણ મોત

Accident in KhedBrahma: રાજ્યમાં અકસ્માતની વણજાર થમી નથી રહી. દિવસેને દિવસે અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે હવે ખેડબ્રહ્મા (KhedBrahma) પેટ્રોલ પંપ પાસે બે દિવસ પહેલા રાત્રી દરમિયાન દર્દનાક અકસ્માત (Accident in KhedBrahma) સર્જાયો હતો. જેમાં ઈડર બાજુથી આવતી કારે ફાસ્ટ સ્પિડે જોરદાર ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્નિ અને દીકરો બાઈક પર જઈ રહ્યા હતા આ દરમિયાન જ માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતુ.

મળતી માહિતી અનુસાર, ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રજાપતિ પારસભાઈ તેમના પત્ની દર્શનાબેન અને પુત્ર શિવમનું સોમવાર રાત્રીના રોજ 10.30 વાગે બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઈડર બાજુથી આવતી અમેજ કાર ચાલકે ગફલતભરી અને પુર ઝડપે હંકારતા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં પરિવારના ત્રણેય  લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં પત્ની અને દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતુ તો પતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ખેડબ્રહ્મા પછી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, પુત્ર શિવમ કે જે સમગ્ર ખેડબ્રહ્મામાં હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે ધોરણ 10ની પરિક્ષા આપી હતી પંરતુ તેનું પરિણામ માતા-પિતા કે શિવમ પણ જોઈ શક્યો ન હતો.

વાત કરવામાં આવે તો ધોરણ 10ના પરિણામમાં શિવમને 98.96 % આવ્યા છે અને એણે A2 ગ્રેડ મેળવ્યો હતો અને સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં આ શિવમ પ્રથમ આવ્યો છે પરંતુ કમનસીબે આ દીકરો પોતાનું પરિણામ જ ન જોઈ શક્યો તો સાથે માતા અને પિતા પણ આ દીકરાની ખુશીમાં સામેલ થઈ શક્યા નહિં. માતા પુત્રનું કરુણ મોત થયુ તો પિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારજનોએ આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરાવી છે પરંતુ હાલ તમામની એક જ માંગ છે કે આ કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *