સાત વર્ષની દીકરીએ જન્મ આપનારી માતાને આપ્યું નવજીવન, બંદુકધારી નરાધમોથી બચાવ્યો જીવ

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra)માં 7 વર્ષની એક બહાદુર બેટી અવનીએ બંદૂક લઈને આવેલા લૂંટારાને સબક આપી હતી. અવનીની માતા રેખાને કેટલાક બદમાશોએ ઘેરી લીધા હતા.…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra)માં 7 વર્ષની એક બહાદુર બેટી અવનીએ બંદૂક લઈને આવેલા લૂંટારાને સબક આપી હતી. અવનીની માતા રેખાને કેટલાક બદમાશોએ ઘેરી લીધા હતા. જ્યારે અવની તેની માતા રેખાને બદમાશો સાથે લડતા જુએ છે ત્યારે તે ઘરની બહાર ભાગી જાય છે. હંગામો મચાવે છે જેના કારણે લોકો સ્થળ પર એકઠા થઈ જાય છે અને તેની માતાનો જીવ બચી જાય છે. લૂંટારાએ પિસ્તોલના બટ (બંદુકનો પાછળનો ભાગ) વડે અવનીની માતા રેખાના માથા પર સતત પાંચવાર પ્રહાર કર્યો હતો. જેનાથી તે લોહીલુહાણ થઈ ગઈ હતી.

જ્યારે એક લૂંટારુ અવનીને પકડવા તેની પાછળ દોડ્યો હતો. જેથી અવની લૂંટારાને લલચાવીને સંતાઈ ગઈ હતી. લૂંટારુ ત્યાંથી નીકળતાની સાથે જ અવનીએ તેના પિતાના મોટા ભાઈના ઘરની બેલ વગાડીને હંગામો મચાવ્યો હતો. અવનીનો અવાજ સાંભળીને તેઓ સ્થળ પર દોડી ગયા. પરંતુ ત્યાં સુધીમાં અવનીની માતા રેખાનું પર્સ અને ચેઈન આંચકીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન અવનીની માતા રેખાની પણ લૂંટારુઓ સાથે અથડામણ થઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના 12મી એપ્રિલે બપોરે 2.50 કલાકે આગ્રાની બ્રજ બિહાર કોલોનીમાં બની છે. રેખા તેની બે દીકરીઓ 7 વર્ષની દીકરી અવની અને 3 વર્ષની દીકરી શ્રવ્યા સાથે આ ઘરમાં રહે છે. રેખાના પતિ ઉર્વેશ કુમાર બીએસએફ જવાન છે અને હાલમાં બીકાનેરમાં પોતાની ફરજ નિભાવે છે.

ઉર્વેશ કુમારના આ ઘરની પાછળ તેના કાકા ઉત્તર પ્રદેશ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિજેન્દર સિંહ સોલંકીનું ઘર છે. જ્યાં ઘટના સમયે અવની ભાગી ગઈ હતી. વિજેન્દર સિંહ સોલંકી ઈટાવામાં પોસ્ટેડ છે. ઉર્વેશના પિતા રાજેન્દ્ર સિંહ સોલંકી પણ CRPFમાં છે. ઉર્વેશનો પરિવાર મૂળ કાસગંજ જિલ્લાનો છે. ઘટના અંગે ઉર્વેશ કહે છે કે જો અવની ત્યાં ન હોત તો મોટી ઘટના બની હોત.

આ કેસમાં પોલીસે ત્રણ અજાણ્યા બદમાશો સામે આઈપીસીની કલમ 394 હેઠળ કેસ નોંધ્યો છે. ત્રણેય બદમાશો પોલીસના રડાર પર છે. પોલીસની વિશેષ ટીમ બદમાશોની શોધમાં લાગેલી છે. આગ્રા અને આજુબાજુના જિલ્લાઓમાં પણ બદમાશોની તસવીરો સર્ક્યુલેટ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *