ગંદા ફ્રીજને ટૂથપેસ્ટથી આવી રીતે કરો સાફ, ખરાબ ડાઘો થઈ જશે દૂર

ઘરમાં દરેક વસ્તુને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓનો રોજિંદો ઉપયોગ હોવા છતાં તેને રેગ્યુલર સાફ કરવામાં આવતી નથી. આવું જ ફ્રીજ સાથે થાય છે. ફ્રીજ માં ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવે છે જેના કારણે તેમાં ડાઘા પડી જાય છે. આવા ડાઘ દૂર કરવા ઘણી મહેનત પણ કરવામાં આવે છે. જેથી આળસના કારણે ઘણા લોકો લાંબા સમય સુધી ફ્રીજ સાફ કરતા નથી.

ફ્રીઝ ગંદુ હોવાના કારણે પરિવારના આરોગ્ય પર ખતરો ઊભો થઈ શકે છે. ફ્રીજ ગંદુ હોય કે દુર્ગંધ આવતી હોય ત્યારે તેને સાફ કરવું જોઈએ. ફ્રિજને ઓછી મહેનત કઈ રીતે સાફ કરવું, હાઇજીન કઈ રીતે જાળવવું અને ડાઘ કઈ રીતે કાઢવા તે સહિતની ટિપ્સ અહી આપવામાં આવી છે.

સૌપ્રથમ ફ્રીઝને બે કલાક પહેલા ડીફોસ્ટ કરી દો અને ત્યારબાદ ફ્રીઝ સંપૂર્ણપણે ખાલી કરી નાખો. હવે મગમાં ગરમ પાણી અને લિક્વિડ ડિટર્જન્ટ મિક્સ કરો. ત્યારબાદ સ્પંજ અને તેની મદદથી ફ્રીજની વોલ અને રૈક ઘસીને સાફ કરો. હવે તેને સાફ કપડાથી લૂંછી નાખો. હવે અડધો કપ વિનેગર અને ચોથા ભાગનો કપ બેકિંગ સોડા લઈ ક્લીનર તૈયાર કરો.પીળા ડાઘ હોય ત્યાં ક્લીનર સ્પ્રે કરો. ડાઘ હટાવવા માટે તે સ્થળે ટુથપોસ્ટ લગાવો અને બ્રશની મદદથી ત્યાં સાફ કરો. આવું કરવાથી પીળા ડાઘ દૂર થશે. હવે સાફ કપડાથી ફ્રીઝ ને લૂંછી નાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *