શખ્સે જંગલમાંથી પકડ્યો વિશાળકાય કિંગ કોબ્રા, સાપને રસ્તા પર મુકીને કર્યું કઈક એવું કે…- જુઓ દિલધડક વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ હચમચી જશો.

સાપ નાનો હોય કે મોટો દરેક લોકોને સાપથી ડર લાગે છે. સાપની અમુક પ્રજાતિઓ એવી કે, જેનું નામ સાંભળીને લોકો ડરી જાય છે. અજગર અને કિંગ કોબ્રા ખુબ જ ખતરનાક હોય છે. આવા ખતરનાક સાપના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ આવો એક વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ જંગલમાં કિંગ કોબ્રા પકડતો નજરે પડે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પરવીન ડાબાસ નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે ‘લાગે છે કે આપણને વધુ વન્યપ્રાણી શિક્ષણની જરૂર છે, મને લાગે છે કે આ કિંગ કોબ્રા છે.’

વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, જંગલમાં રસ્તા પર બે શખ્સો આ ખતરનાક કિંગ કોબ્રાને પકડી રહ્યા છે. આ વિશાળકાય સાપ કિંગ કોબ્રા જ લાગી રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ સપનું મોઢું પકડી રાખ્યું છે. જયારે બીજો વ્યક્તિ તેમની પુંછ પકડી રહ્યો છે. સાપ ખુબ જ હલચલ કરી રહ્યો છે. પછી બંને વ્યક્તિ તે સાપને રોડ પર સુવડાવી દે છે. ત્યાર બાદ એક વ્યક્તિને તેના પગ નીચે દબાવી રાખે છે અને ત્યારબાદ તેમને કોથળામાં નાખવાનું શરુ કરે છે.

આ વિડિઓને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ જગ્યા ગોવામાં મારા ઘરની નજીક છે. બીજા યુઝર્સે લખ્યું છે કે, આ ચોક્કસપણે કિંગ કોબ્રા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *