અમદાવાદ(Ahmedabad): જેઓને સફળતા(Success) પ્રાપ્ત કરવી જ છે, તેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નડતી નથી. ગમે તેટલી અડચણો આવવા છતાં પણ જેઓનું મન અડગ હોય, તે સફળતા મેળવીને જ રહે છે. જેને લઈને એક કહેવત પણ છે, ‘કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’ ત્યારે માત્ર 9 વર્ષીય બાળકીએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે.
View this post on Instagram
9 વર્ષીય સામ્યા પંચાલ અમદાવાદના મેમનગરમાં તેનાં માતા-પિતા સાથે રહે છે. તેમજ તે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. સામ્યાના પિતા મૌલિક પંચાલ એક બિઝનેસમેન છે અને પર્વતારોહણ કરે છે. ત્યારે સામ્યાએ માત્ર નવ વર્ષની ઉંમરે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે. એના માટે મુખ્યમંત્રીથી લઈને અનેક મંત્રીઓ તેને અભિનંદન આપી ચૂક્યા છે.
સામ્યા ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની:
પિતા પોતે પર્વતારોહક હોવાથી તેમને વિચાર આવ્યો કે તેમની દીકરીને સૌથી નાની ઉંમરની માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હોય તેવી છોકરી બનાવવી છે. જોકે બે વર્ષ કોરોનાને કારણે તેઓ જઈ ન શક્યા.તેથી કોરોના બાદ એપ્રિલ 2022માં સામ્યા નવ વર્ષની હતી ત્યારે તેના પિતા અને માતા સાથે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો બેઝ કેમ્પ સર કરવાનું નક્કી કર્યું અને ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની, જેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હોય.
માઉન્ટ એવરેસ્ટ સર કરવવા માટે ત્રણ મહિના ટ્રેનિંગ:
જાણવા મળ્યું છે કે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે સામ્યાએ તેના પિતા પાસે ત્રણ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. જેમાં તેણે ફિઝિકલ ટ્રેનિંગ લીધી હતી. તેમજ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આ સાથે જ તે એક કલાક વોકિંગ કરતી હતી, દીકરી સાથે સાથે તેના પિતાએ પણ તેમનું વજન ઉતાર્યું હતું, જેથી કરીને એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે.
9 વર્ષની સામ્યાને અનેક અવૉર્ડ મળ્યા:
આટલી નાની ઉમરે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ તેને અનેક અવૉર્ડસ પણ મળ્યા છે. તેને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અવૉર્ડ મળ્યો છે. આ પહેલાં પણ તે મનાલીના 10 હજાર ફૂટ ઊંચા ટ્રેક પર જઈને આવી છે. આ ઉપરાંત વિશ્વકર્મા સમાજ દ્વારા પણ તેની આ સિદ્વિુ માટે સન્માન કરવામાં આવ્યું છે.
બેઝ કેમ્પ સર કરવાના સમયે સામ્યાની પરીક્ષા:
આ સિવાય સામ્યાના પિતાએ જણાવ્યું હતું કે, જયારે સામ્યાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાનું નક્કી કર્યું ત્યારે તેની સ્કૂલમાં પરીક્ષા હતી. એને કારણે અમે મૂંઝવણમાં મુકાયા હતા. જોકે ત્યાર બાદ સ્કૂલને રિકવેસ્ટ કરી અને સ્કૂલ દ્વારા એકલી સામ્યા માટે વહેલી પરીક્ષા લીધી અને એ પરીક્ષા આપ્યા પછી તે ટ્રેક માટે નીકળી હતી.
7 વર્ષની હતી ત્યારે બેઝ કેમ્પ સર કરવાનો ઇરદો: મૌલિક પંચાલ
નાની વયે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચવા બદલ CM ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
સામ્યાના પિતા મૌલિક પંચાલએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે સામ્યા 7 વર્ષની હતી ત્યારે જ તેને મારે માઉન્ટેઇન બેઝ કેમ્પ સર કરવાનો ઇરાદો હતો. પરંતુ કોરોનાના કારણે બે વર્ષ અમારે રાહ જોવી પડી. તેમજ હાલ બેઝ કેમ્પ પર પહોંચવા માટે અમને 12 દિવસ લાગ્યા.
વધુમાં મૌલિક પંચાલે જણાવ્યું હતું કે, સામ્યાને આટલી હાઈટ પર લઈ જતી વખતે અમને કચવાટ પણ હતો કે તેને કંઈ થઈ જશે. કોઈ તકલીફ ઊભી થશે તો? જોકે નાનીમોટી તકલીફો પડી પણ મેજર કોઈ તકલીફ અમને નથી પડી. આ બેઝ કેમ્પ સર કરવા અમારે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ સાથે જ મૌલિક પંચાલને પર્વતારોહણનો શોખ છે. તેથી તેમણે સાત ખંડનાં સૌથી ઊંચાં ત્રણ શિખર સર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.