Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેવા પામ્યું છે.ફરીએક વાર હવામાન વિભાગ( Rain Forecast ) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.કારણકે વારંવાર થતા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકશાની પહોંચી રહી છે.તેમજ સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે.
ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા હતા. હવામાન વિભાગે 8 થી 10 જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ તો વાતાવરણ સૂકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા 8 થી 10 જાન્યુઆરી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીથી આંશિક રાહત મળશે.
હાડ થીજવતી ઠંડી પાડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હરિયાણા, ચંડિગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 6થી 8 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડી શકે છે. આ પછી અહીં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.
રાજ્યભરનાં 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું
રાજ્યભરનાં 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જેમાં 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર છે.જ્યારે નલિયામાં 10.0 ડિગ્રી, ભુજમાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 14.3 ,ગાંધીનગરમાં 12.5 ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગરમાં 14.6 ડિગ્રી,વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી, મહુવામાં 13.3 ડિગ્રી, ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ જગ્યાએ પડી શકે છે વરસાદ
IMD અનુસાર, 5 અને 6 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાએ કોલ્ડવેવની શક્યતા છે. તમિલનાડુમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. કેરળમાં 5થી 6 જાન્યુઆરી દરમિયાન અને કર્ણાટકમાં 5થી 8 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે પાકને નુકસાન થઇ શકે છે. હવામાન આંશિક ઠંડુ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા હોવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube