જૂનાગઢમાં આભ ફાટતા ભયંકર પૂર: રસ્તાઓ પર રમકડાંની જેમ પાણીમાં તણાઈ કાર- વીડિયો જોઈ હચમચી જશો

Flood in junagadh: ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભૂકા કાઢી નાખ્યા છે. અંધાર્યા વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકોને ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં(Flood in junagadh) 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

3 કલાકમાં 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા માંડ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યાં છે.

જૂનાગઢના SPની લોકોને અપીલ
જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલો પણ કરી રહ્યા છે. ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે. તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં હોય તો પોલીસનો સંપર્ક કરે તેવું પણ કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કાળવા નદી ગાંડીતૂર બની
જૂનાગઢમાં માત્ર 3 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ ગયી છે. ગિરનારમાં ભારે વરસાદથી કાળવા નદી ગાંડીતૂર બની છે. ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ ગંભીર સ્થિતી નિર્માણ પામી છે. કમરસમા પાણી ભરાતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *