દર્શનાબેન જરદોશની હાજરીમાં રોજગાર મેળાના માધ્યમથી 70 હજાર યુવક-યુવતીઓને એનાયત કરાયા નિયુક્તિપત્ર

યુવાનોને રોજગાર આપવા માટેના વડાપ્રધાનનાં સંકલ્પે દેશભરમાં 44  સ્થળ પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અંતર્ગત સુરત સ્થિત સરસાણા પ્લેટીનિયમ હોલ ખાતે આયકર વિભાગ સુરત દ્વારા આયોજિત સપ્તમ રોજગાર મેળો કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ જોડાઈ નિયુક્તિ પામેલા યુવક-યુવતીઓ અભિનંદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભવોને હસ્તે આયકર વિભાગમાં 08, પોસ્ટ વિભાગમાં 11, એફસીઆઇમાં 05, એસવીએનઆઇટી (SVNIT)માં 06, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૦૧ તથા એલ.આઈ.સી (LIC)માં ૪૬ એમ કુલ ૭૭ રોજગારવાચ્છુઓને નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સૌને રોજગાર મળી રહે તે માટે સરકારે નોકરીદાતા અને રોજગારવાચ્છુઓને એક પ્લેટફોર્મ પુરૂ પાડી રોજગાર ભરતી મેળાઓનો નવતર પ્રયોગ કર્યો છે જે સફળ રહ્યો છે.યુવાનોને ઘરઆંગણે નોકરી આપવામાં ગુજરાત રાજ્ય નંબર વન છે.અન્ય રાજ્યોના યુવાનો પણ રોજગારી મેળવવા ગુજરાતમાં આવે છે. રોજગારવાચ્છુઓને પારદર્શી અને ભ્રષ્ટાચારરહિત પદ્ધતિથી સરકારી સેવામાં જોડાવાના અવસર આપવામાં આવ્યા છે. સરકાર દેશના યુવક-યુવતિઓને સરકારી નોકરી આપી આગળ વધારવા માટે કટિબદ્ધ છે.

વધુમાં શ્રીમતી જરદોશે જણાવ્યું કે,રોજગાર મેળા દ્વારા નિયુક્તિપત્ર મેળવનાર યુવક-યુવતીઓએ દેશભરમાં વિવિધ સ્થળોએ કામગીરી કરી નવા અનુભવો સાથે નવું કાર્ય શીખવાનું છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” માટે જવાબદાર નાગરિક તરીકે આપણે શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે.સાચા કર્મયોગી બનીને જ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.રોજગાર મેળાના માધ્યમથી દેશભરમાં ૭૦ હજાર યુવક-યુવતીઓને નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા છે.નવી નિયુક્તિ પામનાર યુવક-યુવતીઓના પરિવાર માટે વિશેષ અવસરનો દિવસ છે,ત્યારે સર્વને અભિનંદ પાઠવું છું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ પ્રવિણભાઈ ઘોઘારી, મોહનભાઇ ઢોડીયા,મુખ્ય આયકર સચિવ એન.આર.સોની, આયકર વિભાગની ટીમ સહિત મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *