કોરોના ફરી પાછો ફર્યો! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોનાને લઈને જનતાને જાણો શું કરી મોટી અપીલ

ગુજરાત(Gujarat): કોરોના વાયરસ(Corona virus) મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. એક કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે જણાવતા કહ્યું હતું કે, તકેદારી રાખીએ અને માસ્ક પહેરીને ફરી તો ઓછું હેરાન થવું પડે. મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અહી તમે કેટલાક લોકો માસ્ક(Mask) પહેરીને આવ્યા તે ખુબ જ સારી બાબત છે અને તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરી લેવું પડશે.

મહત્વનું છે કે, અમદાવાદ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના વાયરસથી સાવચેત રહેવા કહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મંચ ઉપરથી જણાવતા કહ્યું હતું કે, કોરોના ફરી પાછો આવી ગયો છે. આપણે માસ્ક પહેરીશું તો ઓછું હેરાન થવું પડશે. આ સાથે કહ્યું હતું કે, અહીં કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા છે. મારે પણ હવે માસ્ક પહેરી લેવું પડશે.

કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *