કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગોઝારો અકસ્માત – બે નિવૃત્ત પોલીસકર્મી સહિત ત્રણ લોકોને ભરખી ગયો કાળ

રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધરો થઇ રહ્યો છે. આજે એક કિસ્સો રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી સામે આવ્યો છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે.…

રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધરો થઇ રહ્યો છે. આજે એક કિસ્સો રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી સામે આવ્યો છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે નિવૃત્ત પોલીસ કર્મી સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયા છે. આ અકસ્માત રાજકોટ નજીક માલિયાસણ પાસે સર્જાયો હતો. ડાકોરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા.

અકસ્માતમાં નિવૃત પોલીસકર્મી પૃથ્વીસિંહ જાડેજા, જ્યેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ પુત્ર ઇન્દ્રજીતસિંહ જાડેજાના મોત સર્જાયા હતા. અને અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થતા છે, તેમને હોસ્પિટલમાં સારવાર માટે લય જવામાં આવ્યા. ત્યારે ગય કાલે રાત્રે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બીજો પણ અકસ્માત સર્જાયો.

મળતી માહિતી અનુસાર, રાજકોટથી અમદાવાદ જતી વેળાએ ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘૂસી ગયો હતો.

જયારે ઘટનાની જાણ પોલીસને થય ત્યારે પોલીસ તરતજ ઘટના સ્થળે 108ની ટીમ સાથે દોઢી આવી. મળતી માહિતી અનુસાર ઇકો કારમાં આગળની સીટ પર એક વૃદ્ધ બેઠા હતા. તેમનું મોત ઘટના સ્થળેજ નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે.હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *